SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ચિનની પ્રશ્નોત્તરી ૪૩ ઉપરથી ઠરાવાતી માન્યતા માટે વિચાર કરવો રહે છે. એટલે કે તે માન્યતાથી અશોક તેજ પ્રિયદર્શિન હોવાનું ઠરાવી શકાતું નથી (૪) અજાતશત્રુ રાજાને બીદ્ધધમી હોવાનું અર્વાચીન ગ્રંથે સ્વીકારે છે. અને તેના આધાર તરીકે સાતપણી ગુફાવાળું સ્થાન તે રાજાએ પોતાના રાજ્ય ખર્ચે બંધાવી આપી તે ધર્મને દાનમાં દીધાનું જણાવે છે. જોકે દાન દેવા માત્રથી જ કોઈ દાતા અને તેમાં પણ રાજ્યકર્તાતે ધર્મને અનુયાયી હોવાનું સર્વથા માની શકાય નહીં. બહુ બહુતે દાતાની તે ધર્મ પ્રત્યે સહાનુભૂતિ, સહિહષ્ણુતા, અથવા બહુ તે અભિરૂચિ માન્ય રાખી શકાય. છતાં એક બારગી, તે માટેનું વધારે પડતું અનુમાન ગ્રહણ કરી , તે પણ પ્રશ્ન એમ છે કે, અર્વાચીન ગ્રંથમાં જેમ આ હકીકત જણાવાઈ છે, તેમ કોઈ પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં દેખાય છે ખરી ? ઉલટું શિલાલેખી પુરાવાથી અને જૈન સાહિત્ય ગ્રંથથી તે તેને જૈન હોવાનું સાબિત કરાયું છે. પછી તેને કયા ધર્મને માનવો? - (૫) જ્યાં જ્યાં સ્તૂપે ખંભે કે શિલા-ખડકે વિગેરેમાં લેખે કેતરાવેલ અત્યારે નજરે પડે છે. ત્યાં ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાયો હોવાનું, કે તે ધર્મના ઐતિહાસિક બનાવો બન્યા હોવાનું, કે તથાગત બુદ્ધદેવના જીવન રહસ્યમાંનું કેઈ કાર્ય નીપજ્યાનું કે પ્રાચીન ગ્રંથમાં જણાવાયું છે? - (૬) બૌદ્ધધર્મના સ્થાપકનું નામ બુદ્ધદેવ જે ઠરાવાયું છે તે નામ કયાંથી આવ્યું? તેમનું સંસારિક નામ તો સિદ્ધાર્થ ગૌતમ હતું. તેમનાં નામ કે ગોત્ર કુળ કે કોઈ ઓળખની વસ્તુનું નામ જ બુદ્ધ નથી. (ઉપર વર્ણવેલ પાંચ પ્રશ્નો જુઓ). તે પછી બુદ્ધ ગૌતમ એમ કહેવાને તમારી પાસે શું પુરાવો છે ! (૭) બુદ્ધ તથાગતથીજ બૌદ્ધધર્મની ઉત્પતિ અને પ્રચાર થયો માને છે. એટલે તેમણે ઘર્મની સ્થાપના કરી તે પૂવે, તે ધર્મનું નામ કે નિશાન પણ નહોતું જ. જ્યારે બીજી બાજુ તથાગતના પાંચ પૂર્વભવની કથાઓ અને બનાવ વર્ણવાય છે, તે આ પૂર્વભવને કયા ધર્મની જાતક કથાઓ કહેવી ? જે ધર્મ અસ્તિત્વમાં પણ નહોતે તેની કે અન્ય ધર્મની? અને અન્ય ધર્મની કહે છે કયા ધર્મની ? જાતક કથામાં તથાગતને જીવાત્મા પૂર્વભવમાં પશુપણે હોવાનું જણાવાય છે. હવે જે તે પશુજીવનના શરીરને પણ, ધર્મના પ્રણેતા. તરીકે ગણવો. તે તે ધર્મને આદિ તો તેમના તે તે ભવથી શરૂ થઈ ગયું હતું એમ ગણવું રહે છે. જ્યારે એક બાજુ બુદ્ધ તથાગતને જ તે ધર્મના આદિપુરૂષ તરીકે લેખાવાય છે. ત્યારે બીજી બાજુ તેને જૂના સમયથી ચાલ્યો આવતે ગણાવે છે. આ પ્રમાણે વદવ્યાઘાતના દોષ દરેક રીતે આવી ઉભા રહે છે. (૮) ઉપર નં. ૭ ની દલીલના કેટલાક મુદા ઉપરથી એમ કહેવા માગતા હો કે, તેમણે ચલાવેલ ધર્મ તદન નવીન પણું નહોતે, તેમ જાતે પણ નહે. પણ જૂના અને નવીન ઉપજાવી કાઢેલ સિદ્ધતિના મિશ્રણ ઉપર રચાયો હતો. તે પછી પ્રશ્ન એમ ઉદ્ભવે છે કે જે જુના ધર્મના સિદ્ધાંતમાંથી દેહન કરીને પોતે ધર્મ પ્રવર્તાવ્યો તે જાતે ધર્મ કયો ! તે જૂના ધર્મના સિદ્ધાંતનું પઠન પાઠન કયુ કયારે ?(આ જાતની પ્રશ્નપરંપરા શું આપણને જૈન સાહિત્ય ગ્રંથમાંથી મળી આવતી હકીકતની૯ સત્યાસત્યતા વિચારવાના પ્રશ્ન ઉપર દેરી નથી જેતી T (૯)તક્ષશિલા નગરીના નામની ઉત્પત્તિ વિશે (૧૯) જુઓ ઉપરમાં ટી. નં. ૬૦ ની હકીકત તથા ટી, ૧૨.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy