SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન અને બેધધર્મની | પ્રાચીન છે, તેવી જ રચના ઘનક પ્રદેશના અમરાવતી તૂપની અને અફગાનિસ્તાનમાં આવેલ માણિકયાલ સ્તૂપની છે. વળી અફગાનિસ્તાન અને પેશાવર તરફના શિલાલેખમાં તે જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો ઉલ્લેખ સુદ્ધાંત પણ થયેલ છે. આ બધી સ્થિતિ શું સૂચવે છે? શું બૌદ્ધધર્મમાં પાર્શ્વનાથ નામની કઈ વ્યકિત થઈ છે? કે તેમના કેઈ ગ્રંથમાં માણિક્યાલ અથવા અમરાવતીના સ્તૂપનું નામ સરખું ઉચ્ચારાયું છે? (૧૫) બીજું આવું રહ્યું. પણ આ સ્તૂપની જે વિશિષ્ટતાઓ નજરે દેખાય છે તેમાંની એકપણનું વર્ણન બૌદ્ધધમી કઈ પ્રાચીન સાહિત્ય ગ્રંથમાં આ લેખાયેલું છે? (૧૬) મિ. હ્યુએન સાંગ જેવો ઈતિહાસ પ્રેમી અને બૌદ્ધધર્મને અઠંગ અભ્યાસી જેણે તે ધર્મની ખાસ ખાસ વિશિષ્ટતાઓ જાણવા માટેજ હિંદની મુસા ફરીને શ્રમ ઉપાડ હતું. તેણે પિતાની મુસાફરીનું વર્ણન સ્વભાષામાં લખ્યું છે અને તેના અનુવાદે અનેક ભાષામાં જેમ થયા છે તેમ અંગ્રેજીમાં પણ કરાયા છે. તેમાં એક અનુવાદ વર્તમાનકાળે વિદ્વાનોમાં અતિ માનનીય મનાતે આવ્યા છે તેના કર્તા રેવરંડ એસ. બીલ છે. તેનાં બે પુસ્તકે છે. તેનું નામ રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડ છે. આ પુસ્તકના બંને ભાગેમાં સમ્રાટ અશોકે ઉભા કરાવેલ તેમજ બૌદ્ધધર્મને લગતા અનેક સ્તંભની ઉંચાઇનું વર્ણન કરાયું છે. બહુધા કેઈની ઉંચાઈ મેટી બતાવાઈ નથી. બદ્દે કેટલાક સ્તંભની ઉંચાઈતે માત્ર નામની જ હોવા છતાં તે મુસાફરે તેનું વર્ણન કરવાનું જતું કર્યું નથી. તે શું આ ધર્મ પ્રત્યે આટલી મોટી ધગશ ધરાવનાર તે સજજન, નાની નાની વસ્તુનું વર્ણન કરી શકે અને તેનાથી અનેક ગુણી મેટી અને ભવ્ય વસ્તુને પિતાના વર્ણનમાંથી બકાત રાખે ખરે? કે તેવા હેવાલ તે અલંકારિક (૮) આ ચારે સ્તુપની રચના એકજ પ્રકારની છે કે નહિ, તે માટે જુઓ પુ. ૧લું પૃ. ૧૯૬. ભાષામાં આપે અને તે ધર્મની કીર્તિ જગઆશકાર બનાવી મૂકે? આ વસ્તુસ્થિતિ શું એમ નથી સૂચવતી કે આ સર્વ સ્તંભે તે બૌદ્ધધર્મના નથી પણ અન્ય ધર્મના જ છે? (૧૭) અન્ય પ્રદેશના સ્તૂપ અને સ્તંભની હકીકત એક વખત દૂર રાખે. પણ આ સંચી સ્તુવાળા અવંતિનો પ્રદેશ કે જ્યાં સર્વ કરતાં વિશેષ પ્રમાણમાં તૂપે આવી રહેલ છે, બલ્ક તે પ્રદેશને સ્તુપ પ્રદેશના નામથી ઓળખાવી શકાય તેમ છે. ત્યાંનું વર્ણન કરતાં મિ. હ્યુએનશાંગે, નાના નાના મૌજુદ સૂપનાં વર્ણન. તથા વિનાશ પામેલા સ્તૂપોના ઇસારા પણ કર્યા છે. જયારે અદ્યાપિ પયંત પણ પિતાનું અસ્તિત્વ સાબિત કરી રહેલા, દેઢાસેથી એકસો એંસી ફીટ પહોળા અને એંસી નેવું ફીટ ઉંચા તેવા, અનેક સ્ટ્રપિમાંના એકેનું વર્ણન કે નામને સારો સુધ્ધાંત પણ તે મુસાફર મહાશયે કર્યો નથી. શું આ બધાં મકાને તેના રામયબાદ ઉભાં કરાયાં હશે? કે તેના સમયે દટાઈ ગયાં હશે અને પાછળથી જ નજરે પડે તેવી સ્થિતિમાં ઉઘાડાં કરાયાં હશે? આ બેમાંથી કઈપણ સ્થિતિ હોત તે જરૂર તેવી કેઈક હકીકત ઇતિહાસનાં પૃદ્ધે ચડયા વિના રહી જાત નહીં, એમ સામાન્ય બુદ્ધિ કહે છે. તે પછી આમ વર્ણન મૂકી દેવાયાનું કારણ શું હોવા સંભવ છે ? (૧૮) આટલી મેટી સંખ્યામાં સ્તૂપો જે પ્રદેશ માં આવી રહેલા છે તે વિષે બૌદ્ધધમી ઐતિહાસિક ગ્રંથે, જેવાં કે મહાવંશ, દીપવંશ કાંઈ બેલે છે કે માન સેવે છે? અને જે કાંઈ લખેલ નીકળે છે, છે તેમાં કયા પ્રકારનું મહાભ્ય ગાઈ બતાવ્યું છે? (૧૯) હિંદ બહારના બ્રહ્મદેશના અને સિંહલદ્વીપના બૌદ્ધ મંદિર, જે પાગડાના નામથી ઓળ ખાય છે તેની આકૃતિઓ અને નકશીકામ, શું હિંદની અંદર આવેલ કે બૌદ્ધ મંદિર કે સ્માર (દાખલા તરીકે અવંતિના કે ઘનકટકના) સાથે (૯) આ પ્રદેશ અને આ સ્વપનાં વર્ણન માટે જુઓ પુ. ૧ લું પૃ. ૧૫૧ થી આગળ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy