SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ]. ચિનની પ્રશ્નોત્તરી ૪૧ સામ્યપણું ધરાવે છે? ધાન્યકટકના અમરાવતી સૂપમાં, ઘોડા, હાથી, સિંહ૧૦ છે તેમ ( જેમ હાલનાં જૈન મંદિરની દીવાલમાં ચિલ કે કાતરેલ બૌદ્ધ મંદિરમાં કેતરાયાં છે ખરાં? (૨૦) ભારહત સ્તૂપનાં દ્રશ્યમાં અનેક જાતક કથાઓનાં ચિત્રો બતાવાયાં છે. આ વર્ણને વિષે તે ગ્રંથના કર્તા સર એલેકઝાંડર કનિંગહામ જેવા વિદ્વાનોએ નોંધ કરી છે કે, બૌદ્ધ ગ્રંથોમાં લગભગ પાંચસો ઉપરાંતની સંખ્યામાં જાતક કથાઓ છે, છતાં આ સ્તૂપનાં દ્રશ્ય ઉકેલતાં માત્ર દશબાર ગણી ગાંઠી સંખ્યાનો જ ઉકેલ કરાયો છે. તેમાં પણ અનેક રીતે મારી મચડીને ભાવાર્થ બેસારવા પડ્યા છે અને તે પણ કાંઈ જેવા તેવાના હાથથી નહીં, પણ બૌદ્ધધર્મના તે સમયે જે પ્રખર અભ્યાસી ગણાતા હતા, તેવા એક બૌદ્ધાચાર્યના મુખથી ઉચ્ચારાયેલા, તે શબ્દો છે. આ સ્થિતિ શાને આભારી કહી શકાય? (૨૧) આ ભારત સ્તૂપનાં દ્રશ્યમાં એક માતા માયાદેવીના સ્વપ્નનું છે. અને વિદ્વાનો એ એમ ઠરાવ્યું છે કે, માતા માયાદેવી તે બુદ્ધદેવ ની જનેતા છે અને જ્યારે બુદ્ધદેવ ગર્ભમાં આવ્યા ત્યારે જે સ્વપ્ન આવેલું તેનો ચિતાર અહીં આપ્યો છે. ઠીક ! તે પ્રશ્ન એ થાય છે કે ગૌતમબુદ્ધની માતાનું નામ યશોધરા હતું કે માયાદેવી (ક્યા પ્રાચીન ગ્રંથમાં આવું નામ છે?) માતાજીને સ્વપ્ન આવે, તે દ્રશ્ય જ્યાં બૌદ્ધનાં જન્મ સ્થાન હોય ત્યાં વિશેષપણે બંધ બેસતું ગણાય કે અન્ય સ્થાને? શું આ ભારત સ્થાને તેમનો જન્મ થયો હતે? અથવા ભલે ગૌતમબુદ્ધના જીવન પ્રસંગે વર્ણવતાં તેવા કોઈ પ્રસંગના સ્થાન ઉપર તે ચિત્ર રજુ કરવામાં આવ્યું હોય પણ આ સ્થળે તેમના જીવનનો કોઈ પ્રસંગ બન્યો હતે એમ કે ગ્રંથમાંથી બતાવી શકાય તેમ છે ?, (૨૨) ભારહત, સંચી અને મથુરામાં સૂપ ઉભા કરાયા છે. ત્યાં ગૌતમબુદ્ધ પિતાના જીવનકા ળમાં કઈ વખત ગયા હોવાનું, કે તે સ્થાન ઉપર બૌદ્ધ ધર્મના કેઈ બનાવ બન્યા હોવાનું, કેઈ પ્રાચીન ગ્રંથમાં નોંધાયું છે ખરું? નથી જ. તે આવાં પ્રચંડકાય સ્મારકે તે સ્થાને શા માટે ઉભા કરવામાં આવ્યાં? અને જે ભગવાન બુધ દેવની જીવનચર્ચાનાં સ્થાને છે તે કેરાકોટ કેમ પડ્યાં રહ્યાં? (૨૩) ગૌતમબુધે પંજાબ તરફ વિહાર કર્યાની સાક્ષી કઈ પ્રાચીન ગ્રંથ પૂરે છે? જો નહી, તે તક્ષશિલામાં બધા ધર્મપ્રચાર શી રીતે થઈ ગયો ? કહો કે, તે ધર્મના સ્થવરો ત્યાં ગયા હતા, તે તેમને સમય અને તક્ષશિલામાંથી મળી આવતા અવશેષોનો સમય, તે બંને શું સંગત થાય છે? . ઉપરતે માત્ર ત્રેવીસ, દલીલો જ આપી છે. તેવી અનેક રજુ કરી શકાય તેમ છે. તેમ છે તેવીસમાંથી પણ અનેક પેટા પ્રશ્નો ઉભા થઈ શકે તેમ છે. તે સર્વને વિચાર કરવામાં આવે તે આખું એક પુસ્તક જ ઉભું થઈ જાય તેમ છે. એટલે થોડીક દલીલોજ વાચક વર્ગના વિચાર માટે અને દર્શાવી છે. પણ તેને લગતાં જે વર્ણને અનેક ઠેકાણે વાંચવામાં આવે છે અને તે ઉપરથી કેટલાક વિચારવા લાયક મુદ્દાઓ ઉભા થાય છે. તેમાંના થોડાક વાંચક વર્ગ પાસે ધરીશું. | (બ) ૧(૧) સર્વ ખડકલેખે અને સ્તંભ લેખે સમ્રાટ પ્રિયર્દર્શિનનાં છે ખરાં પણ પ્રિયદર્શિન તે (૧૦) જુઓ પુ. ૧લું આકૃતિ નં. ૩૨ તથા ગંગા માસિકને ૧૯૩૩ ને જાન્યુઆરી અંક, જે પુરાતત્વનો ખાસ અંક છે તેના પૃ. ૯૭ ઉપર આ ચિત્રો બતાવ્યાં છે. જે વિષે મદ્રાસ ગવર્મેન્ટને કોમ્યુનીક ૧૯૩૧ ના ડિસેંબરમાં પ્રસિધ્ધ થયો હતે. ઉપરના માસિકમાં પૃ. ૧૭૬,૧૭૭ આકૃતિ નં. ૧૪૨ થી ૧૪૬ પાગાડેનાં ચિત્રો છે તે પૃ. ૯૭ ની આકૃતિ સાથે સરખાવે. (૧૧) આ સર્વેમાં “ દેવાનાંપ્રિચ” એવા શબ્દ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy