SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] દરવણી સ્થળે તે નિર્વાણ પામ્યા તે સ્થાન ગયા નામે શહેર જે બિહાર પ્રાંતમાં, પટ્ટણ જીલ્લામાં, પટણા શહે- રની દક્ષિણે થોડા કેસ ઉપર આવેલું છે, તેની પાસે હતું. આ એકવીસ વર્ષના અંતરમાં (ઈ. સ. પૃ. ૫૬૪ થી ૫૪૭ સુધીના ) એટલે કે પોતાની ૩૬ થી ૧૭ વર્ષની ઉમર થઈ ત્યાં સુધીમાં ઘણાએને પ્રતિબોધ આપી, પિતાના શિષ્યો બનાવ્યા હતા. જેમાં કેટલાક પિતાના જૂના શિષ્ય પણ હતા. આવા શિષ્યોમાં સાધુ તરીકે-શૌરિપુત્ર અને મુલાયન ૮ તથા આનંદ વિગેરે મુખ્ય હતા–વળી મગધપતિ રાજા બિંબિસારને પોતાની ૩૬ વર્ષની ઉમરે (ઈ. સ. પૂ. ૫૬૪) પોતાને ભક્તશ્રાવક બનાવી બિંબિસારની રાણી ક્ષેમાને ધીમે ધીમે પ્રતિબોધ પમાડી બૌદ્ધ ધર્મની ભિખુણી બનાવી હતી. (બીજા અનેક શિષ્યો અને શિષ્યાઓ તેમજ ભક્તો બનાવ્યા હતા. પણ આપણે તે બધાનાં નામો સાથે નિસબત નથી એટલે છડી દઈએ છીએ) અને છેવટે, આત્માનું ચિંતવન કરતાં, પોતાની ૮૦ વર્ષની ઉમરે ઇ. સ. પૂ. ૫ર માં વિદેહ દેશમાં આવેલ કુશીનાર-કુશિનગરમાં પરિનિર્વાણ પદને પામ્યા હતા. પિતાની સાધુ અવસ્થામાં (એટલે કે ઈ. સ. પૂ. ૫૭૧ થી; કે પોતે ઇ. સ. પૂ. ૫૬૪ માં ધર્મ પ્રવર્તક તરીકે જીવન શરૂ કર્યું ત્યારથી; કે પિતાને ઇ. સ. પૂ. ૫૪૩ માં જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારથી એમ કયાંય સ્પષ્ટીકરણ બતાવાયું નથી ) કેઈ કાળે પણ, જૈન ધર્મના નિર્માણ થઈ ચૂકયું જ ગણાય. અને તેમ નિરધાર થયો એટલે ફરી ફરીને સંસારમાં જન્મ ધારણ કરવાની ગ્રંથીનું છેદન થઈ ગયું કહી શકાય. આ આશયથી જ્ઞાન પ્રાપ્તિને નિર્વાણ શબ્દવડે સંબંધી શકાય. અને જ્ઞાન પ્રાપ્તિને જે નિર્વાણ શબ્દથી ઓળખવાનું ઠરાવાય તો દેહ વિલયને પછી જુદું નામ આપવું જ રહે. અને તેથી તેને સર્વથા-સર્વ રીતે-સદાને માટે મુક્તિ મળી છે તેમ દર્શાવવા માટે પરિ, ઉપસર્ગ જોડીને “પરિ નિર્વાણુ” શબ્દ વપરાય તે તેટલે દરજજે વ્યાજબી જ છે. ( જુઓ ઉપરની ટી. નં. ૩૪.). (૩૬) પોતાના સંસારી માતાપિતા, સ્ત્રી પુત્ર આદિ જે બૌદ્ધધમી થયા હતા તે ઇ. સ. પૂ. પ૬૪ પછીને સમય જાણો. કેશળપતિ રાજા પ્રસેનજિત તથા મગધપતિ બિંબિ- સાર જે બૌદ્ધ ધર્મ પાળતા થયા હતા. તેમને માટે જુઓ પુ. ૧ પૃ. ૩૯૬ માં આપેલી ઈ. સ. પૂ. ૫૬૪ ની હકીકત. (૩૭) એમ કહેવાય છે કે તેમણે ખરા જ્ઞાન માટે ધ્યાન ધરવા માંડયું અને તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું એટલે તેમના કેટલાક શિવે તેમને છોડીને ચાલ્યા ગયા હતા; પણ પાછું તેમને જ્ઞાન થયું ત્યારબાદ આમાંના કેટલાક શિષ્યો પાછા આવી મળ્યા હતા, આથી કરીને મેં અહીં “જૂના” શબ્દ વાપર્યો છે. ઉપરની ટી. નં. ૩૩ નું લખાણ સરખા. ત્યાં કહ્યું છે કે તેમણે કેઈને ઉપદેશ દીધો જ નથી એટલે કે તેમને કે ઈ શિષ્ય નહોતે. જ્યારે અહીં એમ કહ્યું કે, તેમને જૂના શિષ્યો હતા-આ બંને કથનો સત્ય કચારે કહી શકાય કે જ્યારે તે શબ્દનો અર્થ એમ કરીએ કે, તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને પોતાને બૌદ્ધ ધર્મ પ્રવર્તાવ્યા તે પહેલાં તેમણે કોઈને ઉપદેશ આપ્યો નહોતો તેમજ શિષ્ય કર્યો નહોતો. એટલે કે, પોતાના બૌદ્ધ ધર્મને ઉપદેશ નહોતો આપ્યો તેમજ તેમના શિષ્ય બનાવ્યા હતા અને તેટલે દરજજે તે સ્થિતિ માન્ય પણ રહે, કેમકે જે ધર્મ પતે સ્થાપે, તેની સ્થાપના ન થઈ હોય ત્યાં સુધી તે ધમને ઉપદેશ પણ શી રીતે અપાય કે શિષ્ય બનાવાય ?). એટલે પછી એમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જે શિષ્ય તેમને છોડી ગયા હતા તે શિષ્યો કેણ હતા ? ક્યો ધર્મ પાળતા હતા (પૃ. ૬. ટી. નં. ૧૨ માં જૈન માન્યતા પ્રમાણેનું વૃક્ષ આપ્યું છે તે સરખા) અને ૨૯ થી ૩૬ વર્ષની પિતાની ઉમર થઈ ત્યાં સુધી કયા ધર્મના પોતે અનુયાયી હતા ? (આના ખુલાસા માટે આગળ ઉપર જુઓ). (૩૮) કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં જળાયન લખ્યું છે આ નામ હોવાનું વિશેષ સંભવિત દેખાય છે. (સરખાવો ઉ૫ર ટી. નં. ૧૨) (૩૯) જુઓ પુસ્તક ૧ લું પૃ. ૨૫૫-૫ છે." . (૪૦) જુઓ.પુ. ૧ લું છે. ૨૫૨
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy