SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] દોરવણું કાર્યો-યો વિગેરે પૂર જોશમાં ચાલી રહ્યા હતા અને લેકેની અનુમોદનાના વિષયરૂપ થઇ પડ્યું હતા. જ્યારે આ પ્રમાણે સ્થિતિ હોય ત્યારે, તે પ્રકારનાં કાર્યોને ઉપદેશ તે તે સમયની પૂર્વે વિશેષ નહીં તે એકાદ બે સદી પૂર્વને તે માનવોજ રહે છે. અને જે તે કબુલ કરીએ તો, વૈદિક શ્રુતિકારોને સમય શ્રી પાર્શ્વના સમકાલીનપણે નહીં, પણ કમમાં કમ તે પૂર્વે દોઢ બે સદીનો સ્વીકાર રહે છે એટલે કે ઈ. સ. પૂ. અગીઆરમીથી દશમી સદીમાં તેઓ થઈ ગયા કહેવાશે. આ પ્રમાણે હિંસક કાર્યોને એક કાળ ઈ. સ. પૂ. ૯ મી સદીના મધ્ય ભાગમાં પ્રવર્તી રહ્યો હતો એમ વૈદિક અને જૈન સાહિત્ય ઉપરથી સાબિત થાય છે. તે વખતે બૌદ્ધમતનું અસ્તિત્વ જ નહોતું એટલે તેમનું કેઈ દષ્ટાંત લેવાનું કે તે ઉપર વિચાર કરવાનું રહેતું નથી. આ સમયે ઉપર ટાંકેલ કુદરતના સિદ્ધાંતાનુસાર પહેલું નિષ્ક્રમણ થયું હતું અને શ્રી પાર્શ્વકુમારે પાછળથી દીક્ષા લઈ, કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ ઉપદેશ આપી પ્રજાજનને ખરા રાહ પર ચડાવ્યા હતા; તેમજ જૈન ધર્મની જે માન્યતા છે કે તેઓ તેવીસમાં તીર્થકર છે, તે તીર્થંકરપદને તેમણે શોભાવ્યું હતું. અને પાકનાથને સ્વીકાર જ્યારે શિલાલેખથી પણ સાબિત થાય છે ત્યારે તે ઘટનાને ખરા ઐતિહાસિક તત્ત્વ તરીકે માન્ય રાખવું પડશે, એટલે કે જન સાહિત્યમાં આવેલી હકીક, પુરાણગ્રંથની માફક મોટા ભાગે સત્યથી ભરપૂર હોય છે. જે કયાંય ફેર પડતા દેખાય છે તેમાં તેમના કથનને કાંઈ દેખ હેતે નથી, પણ આપણેજ મતિદેવ છે, કે તે લેખકને આશય સંપૂર્ણ સમજી શકાતું નથી. આ પાર્શ્વનાથની પાટ પરંપરાએ પાંચમી પેઢીએ કેશિ નામના મુનિ થયા હતા. તે દેશલ પતિ રાજા પ્રસેનજિત-બૌદ્ધ ગ્રંથને રાજ પસાદિના ધર્મગુરૂ હતા તેમજ શ્રી મહાવીર, શ્રીગૌતમ બુદ્ધ, રાજા શ્રેણિક વિગેરે બીજા નિષ્કમણુ વખતના મહાપુરૂષોના સમકાલીન પણ થયા હતા તથા રાજા પ્રસેનજિતને જૈન ધર્મ બનાવ્યો હતો. આ સઘળી હકીકત પુ. ૧ પહેલામાં પૃ. ૮૦ અને આગળમાં સાબિત કરી શક્યા છીએ. આ પ્રમાણે બે નિષ્કમણો થયાં જણાયાં છે. મનમાં રહેલ પર્યાય વિશેનું જ્ઞાન અને (૫) કેવલ્યઅથવા કેવળજ્ઞાનઃ તદ્દન શુદ્ધ સ્વરૂપમાં અને સંપૂર્ણ પણાએ કરીને યુક્ત એવું જ્ઞાન. - આ પાંચમાંનાં પહેલાં ત્રણ જ્ઞાન, તીર્થકરને જે ઇવ હોય તેમને જન્મની સાથે જ ઉત્પન્ન થયેલ હોય છે એથું જ્ઞાન દીક્ષા લેતી વખતે ઉત્પન્ન થાય છે અને પછી અનેક તપસ્યા કરીને બાકી રહેલ કમ ખપાવી નાખે ત્યારે પાંચમું જ્ઞાન જે કૈવલ્ય તે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આ પાંચમાં જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમનું જ્ઞાન અધૂરું ગણાય અને અધૂરાં જ્ઞાને આપેલ ઉપદેશ ખામીવાળો જ ગણાય. તેથી કોઈ કાળે તે ખેટે પણ કરે. અને પોતાને ઉપદેશ, અથવા પોતે ઉચ્ચારેલું વાક્ય કઈ દિવસ ખેટું ઠરાવવું પડે તે માટે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને ઉપદેશ પણ દેતા નથી. અને ઉપદેશ ન લે તે પછી શિષ્ય તો કયાંથી જ કરે. મતલબ કે કેવળજ્ઞાન પામ્યા પહેલાં તીર્થકરને જીવ પોતાના શિષ્ય તરીકે કોને સ્વીકાર કરતા નથી. (મહાવીર અને શાળા, ગુરૂ શિષ્ય મનાય કે કેમ તે પ્રસંગ ને સાથે આ કથન સાથે સરખા.) શ્રી પાર્શ્વ કુમારનો છવ, ભવિષ્યમાં તીર્થકર થવાને હોવાથી, જન્મથી જ પ્રથમનાં ત્રણ જ્ઞાન યુક્ત તે હતા. અને તે જ્ઞાન આધારે જ આ સ્થિતિ તેમના જાણવામાં આવી હતી. (૮) જુઓ પૃ. ૧ ટી. ૧. (૯) આ પહેલું નિષ્ક્રમણ અને શ્રી મહાવીર તથા બુદ્ધદેવના સમયનું તે બીજુ નિષ્ક્રમણઃ જુઓ પૃ. ૧ ટી. ૨. (૧૦) જુએ. ગાંધાર અને તક્ષશિલાના લેખે. તેમાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy