SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] લોકકલ્યાણના માર્ગે ૩૪૫ જીવન, નીતિ પરાયણ પસાર કર્યું હોય, તે તેના ફળ તરીકે પારલૌકિક કલ્યાણ મેળવી શકાય છે. જેથી પારલૌકિક દરજજો ઉંચે બનાવવા માટે, પણ આ ભવમાં એટલે કે મનુષ્ય દેહે જ, જે કાંઈ પુરૂષાર્થ કર ઘટે તે કરે, એમ ફલીતાર્થ થાય છે. આ નિયમે મહારાજા સંપતિએ, પ્રજાના અિહિક સુખ માટે વધારે કાળજી રાખી બળવત્તર પ્રયાસ આદરી તે પ્રમાણે ગોઠવણ કરી હતી. તે માટે તેણે કઇ જ્ઞાતિ૭૭, કે વર્ગ કે તેવા વાડા અથવા વિભાગ પિતાની પ્રજામાં પાડ્યા પણ નહતા, તેમ પડવા દીધા પણ નહોતા. તે સારી રીતે સમજતો હતો કે જે ધાર્મિક અર્થ સાધવામાં, એવું કઈ પણ તાવ-વિભાગ પાડનારૂં કે કે. એક પક્ષને હિતકર અને અન્યને અહિતકર-થાય તેવું-જે અજાણે પણ પ્રવેશ કરી ગયું છે તેનું કલ્યાણ કરવાને બદલે વેર ઝેર વધારી, કુસંપને ઉત્તેજી, અંદર અંદર મારામારી ઉપજાવી, સમસ્ત પ્રજાને કચ્ચરઘાણ વાળી મૂકશે.૭૮ અને તેથી પિતે ભલે ચુસ્ત જૈન ધર્મ હતો, છતાં તે ધર્મનાં જે બારીક તો હતાં, તે પ્રજા સમક્ષ તેણે નહીં ધરવામાં અતિ પ્રશંસનીય કાળજી બતાવી હતી. માત્ર જે તો તેને સર્વ સામાન્ય થઈ પડે તેવાં લાગ્યાં તેને જ આગળ કર્યા હતાં. આવાં વિશ્વવ્યાપી કાર્યો જે પ્રજામાં દહીભૂત બની વિશ્વાસ ઉપજાવી શકે અને હોંશે હોંશે તે પ્રગતિમાં મૂક્તી થઈ જાય તે આયદે પછી તેને તેજ પ્રજા, તેનાં બારીક અને ઉંડા રહસ્ય તરફ તે આપોઆપ વળી શકશે, અથવા તે વાળવામાં બહુજ અ૫ પ્રયાસ સેવવો પડશે, એમ તે સમજતા હતા. એટલે સૌથી પ્રથમ તેણે સામાન્ય નિયમોનું જ પ્રતિપાદન કર્યું છે. તેમાં દરેક ધર્મ પ્રત્યે અરસપરસની સહિષ્ણુતા,૭૮ નાના મોટા પ્રત્યે સરખું જ માન, પછી તે ભલે કુટુંબને મેટામાં મેટે વડીલ હોય કે નાનામાં નાને નોકર હોય, ગુરૂ શિષ્ય વચ્ચેને વિનય સબંધ, પીડિત અને રોગગ્રસ્ત જનપ્રત્યે કરણ બતાવી તેમની યથા શક્તિ સુશ્રુષા કરવી, દુખિત અને દલિત પ્રત્યે માયાળુપણે વતી દાન દેવું તથા તેમના દુખ દુર કરવાં, અવાચક પશુઓ પ્રત્યે પણ દયા-અનુકંપા રાખી તેમને માથે અતિભાર લાદવ નહીં, તેમ છતાં મનુષ્ય કે પશુ કેઈ બીમાર પડે છે તે માટે દવાશાળા, પાંજરાપોળ વિગેરેને બંદોબસ્ત કરો, ઇત્યાદિ ઇત્યાદિ ( જેનો કાંઈક વિશેષ ખ્યાલ સામાજીક વિભાગે પાછો આપીશે ) કાર્યો અમલમાં મૂકા વ્યાં હતાં. જે એક કહેવત છે કે, ઉપદેશ કરતાં દૃષ્ટાંત ભલો, ( Example is better than precept ) તદનુસાર પિતાના રાજકુટુંબને પણ આવા કાર્યમાં જોડવાને ચૂ નહોતા. આવાં પિતાનાં ધર્મકાર્યને અમલમાં મૂકવા માટે, વિધ વિધ ઉપાય છે તેને ગતિમાન કર્યા હતા. પ્રથમ તે પોતાના દેશમાં, ધમ મહામાત્રા૮૦ નામક અમલદાર વર્ગ ઉભો કર્યો. તેમને ચારે તરફ પ્રયાસ કરી દેશના ખૂણે ખૂણે ફરી વળી આવા સર્વમાન્ય સિદ્ધાંતને પ્રચાર કરવાનો હુકમ ફરમાવી દીધું. તે સાથે તેમને ( ૭૭ ) જ્ઞાતિ તે સંપ્રતિ મહારાજના સમયે હતી જ એમ દેખાય છે. (જુઓ ખ. લે. નં. ૩) પણ હાલના જેવા સ્વરૂપમાં નહી હોય. જ્ઞાતિના અર્થ માટે પૃ. ૭૮ ટી. ૧૭ તથા પુ. ૧ પૃ. ૨૫ થી આગળનું વર્ણન વાંચે. ( ૭૮ ) સારાયે હિંદભરમાં આજકાલ જે અનિષ્ટ “કેમીવાદ ”નું તત્ત્વ, રાજકીય ક્ષેત્રમાં ઘુસી ગયું છે અને તેનાં પરિણામ શું આવ્યાં છે તે આ હકીકત સાથે સરખા. ( ૭૯ ) કેળનાં દેવસ્થાનની ધ્વજા સુધાં ૫ણું પોતે ઉતરાવી નથી (જુઓ ૫, ૩૩૫) તે પછી પ્રજાજનનો તે શું ભાર હોય કે તેવું પગલું ભરી શકે? તથા ઉ૫ર ટી. નં. ૭૦ જુઓ.) ( ૮૦ ) જુએ ખડક લેખ ન. ૧૪.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy