SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ " તેણે લીધેલા [ cતીય કેટલેક અધિકાર પણ સુપ્રત કર્યો કે જેથી કદાચ કોઇ પ્રજા તે પ્રમાણે વર્તવાને આનાકાની કરે તે પિતાના અધિકાર પરત્વે તે તેમને સમજાવી કરીને જરૂર પડયે, હાકથી પણ કામ લઈ શકે. અને આવા કાર્યકર્તાઓ પોતે પોતાના પ્રદેશમાં ફરતા રહેવાને બદલે આળસુ બની ન જાય તે માટે તેમણે અમુક અમુક મુદતે પિતાના કાર્યની તપસીલ શ્રી હજુરમાં પેશ કરતા રહેવી તેવી પણ વ્યવસ્થા કરી દીધી. વળી પાછા આવા ધમ્મ મહામાત્રાને પહેલાંટ ત્રણ ત્રણ વર્ષે અને ( ખડક્લેખ નં. ૩ ) પાછળથી પાંચ પાંચ વર્ષે ( ખડકલેખ નં. ૧૩ ) અકેક કાર્ય પ્રદેશમાંથી બદલી અન્ય ક્ષેત્રમાં ફેરવવાનો રીવાજ પણ રાખે હતો કે જેથી તેઓ ભારે બહુકે પ્રમાદી થઈ ને જાય પણ દરેક જણ એમ વિચારે કે હું મારા પુરોગામી કરતાં, કેમ વધારે લોકપ્રિય થઈ પડું તેની સ્પર્ધામાં વિશેષપણે તે પિતાને સુપ્રત થયેલી પ્રજા પ્રત્યે માન, મમતા, અને અનુકંપા બતાવનારું વર્તન ચલાવતો થઈ પડે. સમસ્ત ભારતવર્ષમાં, ધર્મપ્રચાર કરવાને તે તેને હજુ સૂતર હતું. કારણ કે તે બધે પ્રદેશ પિતાને આધીનપણુમાં હતું, તેમ પિતાના ગુરૂના શિષ્ય વર્ગને ( જૈન સાધુઓને ) ત્યાં મોકલવામાં આવે તે અહાર પાણીની સુલભતા હતી; તેમજ તેમની દિનચર્યામાં તથા ધર્મપાલનમાં પણ કોઈ રીતે અવરોધ ન આવે તેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી, એટલે ભારતવર્ષમાં તે આવા ખરા જૈનમાર્ગી સાધુઓને ઠેકઠેકાણે તેણે મોકલી દીધા હતાઃ આ પ્રમાણે હિંદમાંના સાધુઓ તથા ધમ્મ મહામાત્રો, બંનેનું કાર્ય સુલભ હતું જઃ પણ હિંદ બહારને દેશ જે પોતાની સત્તામાં હતું ત્યાં તો ખરા સાધુથી જઈ શકાય તેમ ન હતું. તેથી ત્યાં શી રીતે ધર્મ પ્રચાર કરે તે તેને વિકટ પ્રશ્ન થઈ પડયો હતો. આ દુર્ધાર કાર્યને પરામર્શ થતાં ગુરૂજીની સલાહને માન્ય રાખી, તેણે વેશધારી સાધુઓ ( જૈન ધર્મમાં સાધુને પંચ મહાવ્રત્ત સર્જાશે પાળવા પડે છે. તેના નામે - સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય પરિપ્રદ=જ્યારે આ વેષધારી સાધુઓને કાંઈ દીક્ષા પણ અપાયેલ નહેતી તેમ તેમને ઉપરના વ્રત્તો પાળવાનું બંધન પણ નહોતું, પણ માત્ર તેઓ જૈન ધર્મને ઉપદેશ સારી રીતે બીજાને આપી શકે તેવી સ્થિતિમાં તૈયાર કરી, સાધુઓ જેવા આચાર વિચાર પાળતા બનાવી દીધા હતા. આવા પુરૂષોને વેશધારી સાધુ કહી, તેઓને તે દેશમાં મેકલી દીધા અને ત્યાંના અમલદારે ૫૨ રૂાકા લખી આપ્યા કે, આ અમારા માણસો જે મોકલ્યા છે, તે જેમ બતાવે તેમ તેમના કાર્યમાં સગવડતા કરી આપજે. મતલબ કે, જેમ હિંદમાં તેણે ધર્મનાં સામાન્ય ત ફેલાવવા પ્રયાસ કર્યો હતે તેમ, હિંદની બહારના પિતાના મુલકમાં તેજ હેતુસર, પણ કાંઈ જૂન અંશે-( નહીં કે તેની ધગશની ન્યૂનતાને લીધે, પણ તે દેશમાં ખરા સાધુ મોકલી ન શકવાની પરિસ્થિતિને લીધે ), અપ્રમત્ત થઈને ઉદ્યમ સે જ હતે. આની ઐતિહાસિક સાબિતીમાં આપણે કહી શકીશું કે એશિઆ માઇનરના પેલેસ્ટાઇનવાળા પ્રદેશમાં તથા અરબસ્તાન દેશમાં, જે કઈ આર્ય સંસ્કૃતિના અવશેષો પાછળથી માલુમ પડી આવ્યા છે? તે તેનું જ પરિણામ હતું એમ સમજવું.' ઉપર પ્રમાણે ગોઠવણ કરી હતી ઉપરાંત, પિતાના આશ્રિત-તાબેના સવે ખંડિયા રાજાઓને અવંતિમાં બોલાવીને જણાવી દીધું હતું કે, તમારી વફાદારીથી હું ખુશી તે છું જ પણ, ( ૮૧ ) “ પહેલાં ને પાછળથી ” જે એમ સમયનો નિશ માને છે તેને બદલે નજીકના પ્રદેશ માટે અને દૂરના પ્રદેશ માટે પણ તે મુદતને આ પ્રમાણે ભેદ પાડી શકાય તેય તે બનવાજોગ છે,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy