SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] એતિહાસિક જેની -આ વૃદ્ધ રાજવીને પોતાની મોરલીએ નચાવવા માંગતા હતા. ખુદ કાન્હડદેવ તો એમજ માનતો હતો કે પિતાની સહાય વિના પિતાને આ સાળો રાજા થઈ શકત નહીં એટલે ઘણીવાર અપમાન પણ કરી બેસતો! કુમારપાળ જે પ્રતાપી ક્ષત્રિય જેણે જિંદગીને ઘણો સમય જુદાજુદા દેશમાં ભ્રમણ કરવામાં ગાળ્યો હતો અને નવા નવા અનુભવ મેળવ્યા હતા એ આમ કેવી રીતે ચલાવી લે? * No wonder that a man of his experience, should insist upon looking himself into the affairs of realm and allow no one to arrogate his authority.' ગ્રંથકારના ઉપરના શબ્દમાં મહારાજા કુમારપાળની શક્તિ વિષેને સુંદર ઈશારે છે જે સંબંધે હવે પછી ટૂંકમાં જોઈશું. પાટણની ગાદી કુમારપાળને મળી તેથી સિદ્ધરાજે દત્તક તરીકે સ્વીકારેલ ઉદયનને પુત્ર ચાહડ નિરાશ થઈ પિતાના સંબંધીઓના પણ ટેકાને અભાવ જોઈ, અણહીલવાડને ત્યજી દઈ, સપાદલક્ષના રાજવી અરાજની પાસે ગયે. એ રાજાએ એને પોતાના દરબારમાં માનવતે હો આપી, એના કારણને પોતાનું બનાવ્યું, અર્થાત્ મહારાજા કુમારપાળ સાથે વેર બાંધ્યું. કુમારપાળના સૈન્યમાં અસંતોષ પેદા કરવાના ચિત્રવિચિત્ર ઉપાય આદર્યા અને પૈસાની રૂસ્વતથી તેમને જીત્યા પછી ઊંચા અધિકાર આપવાની લાલચથી રાજવી કુમારપાળના કેટલાક સરદારને ફાડી પોતાની બાજુમાં ખેંચ્યા. આ જાતના દાવ નાખ્યા પછી જબરું લશ્કર લઈને ગુજરાતની સરહદ પર તે ચઢી આવ્યા. આમ શરૂઆતમાં જ મહારાજા કુમારપાળની કટીની પળ આવી ચુકી. જેવી દીહીપતિ બાદશાહ અકબરની દશા ગાદી
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy