SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [૪૫]; નશીન થતાં થઈ હતી તેવી જ કુમારપાળની થઈ ! અકબરને જેમ બહેરામખાન જેવા નિષ્ણાત સરદારને તેની અસભ્ય અને ઘાતકી વર્તણુકથી ગુમાવે પડ હતા અને દરબારના કેટલાક ઉમરા અન્યમનસ્ક થઈ બેઠા હતા તેમ કુમારપાળને પણ આ વેળા રાજ્યપ્રાપ્તિમાં પૂર્ણ સહાય દેનાર પોતાના બનેવી કાન્હડદેવને મગરૂબી અને તે છડાઈ યુક્ત વર્તણુકને લીધે ગુમાવો પડયે હતું અને ઉપર કહી ગયા તેમ સૈન્યમાંના કેટલાક સરદારાને અસંતોષ વહોર પડ હતું. તે પિતે સારી રીતે જાણતો હતો કે પોતાના સિન્યને કેટલોક ભાગ ફુટમાં ભળે હતો, આમ છતાં તેણે હીંમત ન ગુમાવતાં મૂહની રચનામાં જાતે ભાગ લીધો અને એણે રાજને સખત હાર આપી. ઈતિહાસકાર કહે છે કે –Kumarpal with his superior generalship and hero-boldness managed to defeat the enemy and inflict heavy loss on him. અર્ણોરાજ અને ચાહડ કેદી તરીકે પકડાયા. ઉદારદિલ રાજવીએ અર્ણોરાજ પાસે માફી મંગાવી તેને પોતાના રાજ્યમાં પાછો જવા દીધો અને ચાહડને માફી મંગાવી દરબારમાં માનભર્યો હોદ્દો આપે. આમ કુમારપાળે પિતાની વીરતાના જોરે જયશ્રી મેળવી અને એક કાર્યકુશળ રાજવી તરીકે સુંદર છાપ બેસાડી. આમ છતાં એનો માર્ગ નિષ્કટક નહોતો. એ જ્યારે અર્ણોરાજને હમલો હઠાવી રહ્યો હતો ત્યારે ચંદ્રાવતીના વિક્રમસિંહે તેને મારી નાખવાનું કાવત્રુ યોર્યું, પણ “પાપ છાપરે ચઢીને બોલે છે ” એ ન્યાયે વખતસર એ વાતની જાણ થઈ ગઈ અને પાટણ માથે પડનારી મહાન આફત ટળી. આના પરિણામે વિક્રમસિંહની જાગીર ખુંચવી લેવાઈ અને તેના ભત્રીજા યશોધવળને સોંપાઈ. પછીથી કુમારપાળે માળવાના “બલાલને જીતી ચિતોડગઢ
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy