________________
માર્ગનુસારીના ગુણોમાં પાંચમો નંબર છે : પ્રસિદ્ધ દેશચાર-પાલન.
આર્યદેશના શિષ્ટ પુરુષોએ આચરેલા, માન્ય કરેલા અને ઘણા કાળની રૂઢિથી ચાલ્યા આવતા તે તે દેશોના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું તે માર્ગાનુસારીપણાનો ગુણ છે. પ્રસિદ્ધ-આચારપાલન પાછળ બે બળો છે.
આ આચારોના પાલનની પાછળ બે મોટાં બળો છે. એક તો તે આચારો શિષ્ટજનો દ્વારા આસેવિત હોય છે અને બીજું તે ઘણા કાળની રૂઢિથી મજબૂત બનેલા હોય છે. આથી જ તે આપણું અત્યંત હિત કરનારા હોય છે.
સારા આચારો હોય તેને જ શિષ્ટ પુરુષો આચરે તે સ્પષ્ટ વાત છે. વળી, એ આચારો સારા હોય, પ્રજાનું હિત કરનારા હોય...ત્યારે જ લાખો વર્ષોમાં આવેલાં અનેક આક્રમણોની સામે તે અબાધિતપણે પોતાનું અસ્તિત્વ ટકાવવા સમર્થ બન્યા હોય છે. - આ રીતે આ પ્રસિદ્ધ દેશાચારો આપણા સહુને માટે ખૂબ આદરવા યોગ્ય અને માન આપવા લાયક બની જતા હોય છે.
પણ આજે એક ધૂન ચાલી છે કાંઇક નવું કરો. જૂનું છે એટલું તોડો અને નવું ભલે પછી તે અહિતને-અકલ્યાણને નોતરનારું હોય તો પણ તેને આચરો.
નવું કરવાની ધૂનવાળા પ્રાયઃ સસ્તી કીર્તિ કમાઇ લેવા જ તેમ કરતા હોય છે...'Old is Gold' (જૂનું એટલું સોનું) આ કહેવતની તેઓ ભારે ઠેકડી ઉડાવતા હોય છે. અલબત્ત, આ કહેવત સદા અને સર્વત્ર આવકાર્ય જ હોય છે તેવું નથી, પરંતુ જૂનું એટલું નકામું' એવી વિચારધારા પણ સર્વત્ર આવકારદાયક નથી જ, તે આપણે સમજવું જોઈએ. સુબુદ્ધિની દીર્ધદર્શિતા :
એક સરસ દૃષ્ટાંત છે.
રામપુર' નામના ગામડામાં રામજીભાઇ નવા સરપંચ નિમાયા હતા. તેઓ જ્યારથી સરપંચ નિમાયા ત્યારથી હંમેશાં કાંઇ ને કાંઇ બનવું' કરાવની ધૂન રહ્યા કરતી. પછી તે નવું કરવાથી લોકોને લાભ થશે કે નુકસાન તે વિચારવાની
:
:
: