________________
ગયો અને અણીદાર ભાલો લઇ આવ્યો. સહુના દેખતાં એની અણી બરાબર પોતાના પગ ઉપર ઝીંકી દીધી. ભાલો આરપાર ઘૂસી ગયો. સુલસ જોર જોરથી ચીસો પાડવા લાગ્યો : 'અરે ! બચાવો, બચાવો, કોઇક તો મારા આ દુ:ખમાં ભાગ પડાવો.’’
ત્યારે સહુ બોલી ઉઠયાઃ ‘‘સુલસ ! ભાલો તને વાગે અને એનું દુ:ખ અમે લઇએ, એ તે શી રીતે બને ? એ દુઃખ તો તારે જ ભોગવવું પડશે.''
ત્યારે ખડખડાટ હસી પડતાં સુલસ બોલ્યો : “જો ભાલાના દુ :ખમાં તમે ભાગીદાર બની શકતા નથી, તો પછી મારા બાપના પાપી ધંધાથી મને લાગનારા પાપોનાં ફળરુપે જે દુ:ખો મારે ભોગવવાં પડશે, તેમાં તમે શી રીતે ભાગીદાર થવાના છો ? માટે જ હું બાપનો ધંધો કરવા માગતો નથી.’’
કાદવમાં ઊગેલા કમળ જેવા, પાપી કાલોરિકના પુત્રરુપે જન્મેલા પુણ્યાત્મા સુલસની આ કેવી ઉત્તમ પાપભીરુતા !
રાજા ચંદ્રયશની પાપભીરુતા :
યાદ આવે છે પેલા ચંદ્રયશ રાજા જેમણે પ્રતિજ્ઞાભંગનું પાપ આચરવાને બદલે જીવનનો ભંગ (મોત) વધાવી લેવાનું સ્વીકારી લીધું.
પ્રથમ તીર્થંકરદેવ શ્રી આદિનાથ ભગવંતના તેઓ પૌત્ર હતા. તેમને ધર્મ અતિ વહાલો હતો. તેઓ જે કાંઇ પ્રતિજ્ઞા કરતા તેને પ્રાણના ભોગે પાળતા.
એમની પ્રતિજ્ઞા પાલનમાં અડગતાની પ્રસિદ્ધિ દેવલોકમાં પણ પહોંચી ગઇ હતી. રાજા ઇન્દ્રે પોતે તેમની પ્રતિજ્ઞા ચુસ્તતાની ભરપૂર પ્રશંસા કરી હતી. પરંતુ...બે દેવીઓને મહારાજા ચંદ્રયશની પ્રતિજ્ઞા-દૃઢતાની પરીક્ષા કરવાનું મન થયું. આથી તે બંને દેવીઓએ માનવલોકની અતિશય રુપાળી સ્ત્રીઓનું રુપ લીધું અને રાજાની નગરીમાં આવી.
એ સમયે રાજા જિનભક્તિમાં મસ્ત હતા. પેલી બે દેવીઓ પણ ત્યાં પહોંચી ગઇ. એ બંને પણ પરમાત્માની અત્યંત ભક્તિનો દેખાવ કરવા પૂર્વક જિનપૂજાદિ કરવા લાગી.
રાજા ચન્દ્રયશ બંને રમણીઓનું રુપ અને જિનભક્તિ જોઇને મોહિત
૭૬