________________
જીવતો રહેશે અને તો આજે નહિ તો કાલે, જીવનમાંથી પાપ વિદાય જરુર લેશે. પણ...પાપનો પાપરુપે સ્વીકાર જ ન કરવો તે તો મિથ્યાત્વ છે. એના જેવું બીજું એકેય પાપ નથી.
પાપોનો પાપરુપે સ્વીકાર, એ પાપત્યાગના માર્ગનું પ્રથમ સોપાન છે. સમ્યગ્દર્શનનું બીજ પણ આ જ છે. પાપોનો પાપ તરીકે સ્વીકાર કરવામાં આવે ત્યાર બાદ જ તેના પ્રત્યે ભીરુતા પેદા થાય છે.
પાપ પ્રત્યેનો ભય કેવો હોવો જોઇએ એ માટે શાસ્ત્રોમાં ઘણાં પ્રસંગો અને દૃષ્ટાંતો આવે છે.
અત્યંત પાપભીરુ સુલસ ઃ
પેલો સુલસ ! કાલસોરિક નામના કસાઇનો દીકરો હતો. કાલસોકિ રોજના પાંચસો પાડાઓ મારતો અને આ ઘોર પાપના ફળરુપે તે મૃત્યુ પામીને સાતમી નકે ચાલ્યો ગયો હતો.
કૂતરા કરતાં વધુ ખરાબ રીતે મૃત્યુ પામેલા પિતાનું કારમું મોત સુલસે બરોબર જોયું હતું.
કાલસૌરિક કરતાં સાવ ઊલટો સુલસ ખૂબ પાપભીરુ સજ્જન હતો. કોઇક પૂર્વજન્મના પ્રબળ પાપોદયે તેનો જન્મ કાલસોરિક જેવા કસાઇના ઘરે થયો હતો.
પિતાનું મૃત્યું થયા પછી ભેગા થયેલા સઘળા પરિવારે સુલસને પિતાનો ધંધો સંભાળી લેવા જણાવ્યું ત્યારે સુલસે તેનો ધરાર ઇન્કાર કરી દીધો. વારંવાર એની એ જ વાત સમજાવવા જ્યારે કુટુંબીજનોએ સુલસને સમજાવ્યો ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું ‘‘હું બાપના કૂવે ડૂબી મરવા માગતો નથી.’’
સહુએ ભેગાં મળીને કહ્યુંઍ ‘“સુલસ ! જો તને એમ લાગતું હોય કે તારા બાપનો ધંધો પાપનો હતો અને એ પાપનાં ફળ તારે ભોગવવાં પડશે, તો અમે વચન આપીએ છીએ કે પાપનાં ફળોને ભોગવવામાં અમે તારા ભાગીદાર બનીશું, પછી તને કાંઇ વાંધો છે ?’’
આ સવાલનો કાંઇ પણ જવાબ આપ્યા વગર સુલસ તરત અંદરના ખંડમાં
૭૫