________________
નાથાલાલે એવી જ એક અભાગણ સ્ત્રી સાથે લગ્ન કરી નાખ્યાં હતાં. કિસ્મતે તેમને એવી હલકી સ્ત્રી સાથે બાંધી દીધા હતા. નાથાલાલ હતા તો ગરીબ પરંતુ ભાગ્યયોગે સટ્ટો રમતાં રમતાં રાતોરાત લાખો રૂપિયાના માલિક થઈ ગયા હતા.
સટ્ટાની રમત અને લતે તેઓ એવા ચડ્યા કે વાત ન પૂછો ! જેમ જેમ લાભ વધતો ગયો તેમ તેમ લોભ-દશા પણ વધતી ચાલી. અનેક લુચ્ચા મિત્રો નાથાલાલની આસપાસ ઘેરાઇ વળ્યા હતા.
એક દિવસની વાત છે. નાથાલાલ જુગારના દાવમાં હારતા જ ગયા, હારતા જ ગયા. ધીરે ધીરે તેમણે બધુંય ખોઇ નાંખ્યું. હારની બાજીને જીતમાં પલટવા શેઠ રમતા જ ગયા અને અંતે લાખ રૂપિયાનું દેવું થઇ ગયું ત્યારે શેઠ હતાશ થઈ ગયા અને તેઓ ઊભા થયા.
ઘર તરફ ચાલતા નાથાલાલ શેઠનું મોં પડી ગયું હતું. એમના પગ દારુડિયાની જેમ લથડિયાં ખાતા હતા. દેવું ન ચૂકવાય તો પોતાની આબરુ ખલાસ થઈ જાય તેમ હતું. હવે શું કરવું ? શેઠ મુંઝાઈ રહ્યા હતા.
ત્યાં અચાનક કશુંક યાદ આવ્યું અને શેઠ ખુશખુશાલ થઇ ગયા. એમને યાદ આવ્યાં પોતાની પત્નીના ઘરેણાં. સસ્તાઇના તે જમાનામાં શેઠે પોતાની પત્ની સરલાને એક લાખના ઘરેણાં બનાવી આપ્યાં હતાં. શેઠે વિચાર્યું સરલાને મારા પ્રત્યે અનન્ય સ્નેહ છે તેથી મારી આબરુ બચાવવા તે જરુર લાખ રૂપિયાના ઘરેણાં મને આપી દેશે. કારણ કે સરલા ઘણીવાર કહેતી : “તમારા વગર મારે આ સંસારમાં શું છે ? કાંઇ નહિ. તમે જ મારું સર્વસ્વ છો. તમારી ખાતર અવસરે મારા પ્રાણ પણ આપવા પડે તો હું તૈયાર છું.”
સરલાના આ શબ્દોને સરલ-સ્વભાવી નાથાલાલે સાચા માની લીધા હતા આથી તેઓ પ્રસન્ન થઈ ગયા હતા.
ઘરે પહોંચીને સરલાને તેમણે કહ્યું “સરલા ! જો મેં તને જે લાખ રૂપિયાનાં ઘરેણાં કરાવી આપ્યાં છે, તે તું મને હમણાં જ આપ કારણ કે આજે મારી આબરુ હોડમાં મુકાઈ ગઈ છે. કાલે પૈસા થશે એટલે હું તને બે લાખના ઘરેણાં કરાવી આપીશ.”
નાથાલાલ શેઠના મનમાં એમ કે હું કહીશ એટલે સરલા સરળતાથી તરત