________________
લગ્નજીવન સુવ્યવસ્થિત ન રહે.
શીલ એટલે આચાર-વિચાર. તે પણ બંને પક્ષે સરખા જોઇએ.
એક માંસાહારી હોય અને બીજી વ્યક્તિ શુદ્ધ શાકાહારી હોય, એક દારુ વગેરે પીનાર અને બીજો તેનો ત્યાગી, એક રાત્રિભોજન-કંદમૂળાદિનો ત્યાગ અને બીજો તેનો ઉપભોક્તા હોય તો ભારે મુશ્કેલી સર્જાય.' " એક શાંત સ્વભાવી હોય જ્યારે બીજો અતિ ક્રોધી હોય, એક વ્યક્તિ ધાર્મિક હોય અને બીજી વ્યક્તિ સાવ નાસ્તિક હોય...આવાં કજોડાંઓમાં સતત સંઘર્ષ, ક્લેશ અને કંકાસ વ્યાપે. તેનાથી બંનેના અને તેમનાં સંતાનોના મનમાં પણ સતત ઉગ રહે. જીવનમાં વિપરીત અસરો જોવા મળે. ક્યારેક એકબીજાને મારી નાંખવાની ઘટનાઓ પણ બનવા પામે. ભર-કોર્ટમાં પતિને ઠાર કરતી સાધના :
અહીં યાદ આવે છે. અંકારા નામના ગામમાં બનેલી એક સત્યઘટના.
કેટલાંક વર્ષો પહેલાની વાત છે. કોલેજમાં ભણતા રમેશ અને સલમા એક-બીજાના પ્રેમમાં પડ્યાં. બંને જણાએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું.
બંનેએ પોત-પોતાનાં માતા-પિતાને વાત કરી. રમેશ હતો હિન્દુ અને સલમા હતી મુસલમાન. આથી બંનેનાં માતા-પિતાઓએ સખત વિરોધ કર્યો. છતાં માતા-પિતાની ઉપરવટ જઈને તેઓએ લગ્ન કરી લીધાં.
રમેશે સલમાનું નામ બદલીને સાધના રાખ્યું. સલમાને તે અંગે કશો વાંધો ન હતો.
ગુલાબી તનબદન...વાચાળતા...મોહકતા અને પરસ્પરનું આકર્ષણ...આ બધાથી તેમનો સંસાર સુખી જણાતો હતો. લગ્ન કરીને તરત જ રમેશ મા-બાપથી જુદો થઇ ગયો હતો.
સુખ-ભરપૂર છ મહિના તો પસાર થઈ ગયા. પણ પછી નાની નાની વાતોમાં રમેશ અને સાધના વચ્ચે કંકાસ થવા લાગ્યો.
- એક દિવસની વાત છે. વાત કાંઇ વધુ વણસી. બંને વચ્ચે ઝપાઝપી થઇ ગઇ. ક્રોધમાં આવી જઇને સાધનાએ રમેશ ઉપર ફોજદારી કેસ કર્યો. રમેશે પણ
.....................
..
...