________________
એ ઉપકારી!
ઉપકાર આપનો, કદિ ન વિસરાય... જેમનું સ્મરણ એ મારૂં પ્રથમ માંગલિક છે... જેમની દિવ્યકૃપા એ જ મારૂં આશ્વાસન છે... જેમનું પીઠબળ એ જ મારી શક્તિ છે... જેમનું નામ એ જ મારી ઓળખ છે... એવા સ્વનામ ધન્ય અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા !
જેમના આજ્ઞા કવચથી સંયમ જીવન સુરક્ષિત રહ્યું છે વિશાળ અને વિરાટ અનુષ્ઠાનોનો ઇતિહાસ રચાયો છે, સળંગ ૪૫-૪૫ વર્ષથી વરસીતપની આરાધના કરનારા તપસ્વીસમ્રાટ અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી
મહારાજા!
જેમણે સદા સમય અને સમજનું દાન કર્યું છે.... હિંમત-હૂંફ અને હામ વધારવામાં સદા પ્રોત્સાહક રહ્યા છે એવા સૂરિમંત્રારાધક, સંઘવત્સલ
પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજા ! સદા મહાવ્રતોની રક્ષા કાજે પ્રેરણાનું બળ આપ્યું છે. પ્રજ્ઞાબળ અને પરિણતિના બળમાં વધારો કરાવ્યો છે. દૂર હોવા છતાં યોગક્ષેમની કાળજી કરી છે એવા ગુરૂદેવ આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજ!
સદા આપે છે સાથ... રહે છે સંગાથ દિલથી કરી રહ્યા છે ભક્તિનો પ્રયાસ એવા વિનિત શિષ્યો
મુનિશ્રી તીર્થરત્નસાગરજી મ., મુનિશ્રી દેવરક્ષિતસાગરજી મ. મુનિશ્રી તત્વરક્ષિતસાગરજી મ., મુનિશ્રી મેઘરક્ષિતસાગરજી મ. મુનિશ્રી ચૈત્યરક્ષિતસાગરજી મ.
આપ સહુના અમાપ ઉપકારમાંથી યત્કિંચિંત ૠણ મુક્ત બનવાનો પ્રામાણિક પુરૂષાર્થ થતો રહે....
– મુનિ દેવરત્નસાગર