________________
“શેઠ સમજયા કે મારી ધાક ચારેય બાજુ એટલી બધી છે એટલે જ આ ગુંડાએ માત્ર 10 પૈસાનો સિક્કો માંગ્યો છે..” શેઠે ખીસામાંથી ૧૦ પૈસાનો સિક્કો કાઢીને ગુંડાના હાથમાં આપ્યો...પછી શેઠે આગળ જવા માટે જેવો પગ ઉપાડ્યો એટલે એક ગુંડાએ શેઠની બોચી પકડી...“અમે ક્યાં ચાલ્યો ?'
“કેમ તમને દસા પૈસા તો આપી દીધા !! શેઠે જવાબ આપ્યો. “અરે ! એ દસ પૈસાનો સિક્કો તો એટલા માટે માંગ્યો છે કે અમે બે એ સિક્કાને ઉછાળવા માંગીએ છીએ. જેની જીત થશે એ આ તારા હાથ પર રહેલી ઘડિયાળ લેશે અને જેની હાર થશે એ તારા ખીસામાં રહેલું પાકીટ લેશે...'
શેઠના તો આ સાંભળીને મોતીયા જ મરી ગયા...લાચાર થઇને ઊભા રહ્યા ..પાકીટ-ઘડિયાળ બધુંય ગયું...અને ગુંડાઓના હાથની બે-ચાર ખાવી પડી તે નકામાં !
ત્યારથી માંડીને શેઠ આવા રસ્તે જવાની ખો ભૂલી ગયા...
આવી કફોડી હાલત થઇ તેનું કારણ શું? અદેશ-અ-કાળ ચર્યા ! આ લૂંટ વગેરે તો મામૂલી નુકશાન છે પણ મહા કિંમતી વા શીલસદાચારના નુકશાનનું તો વર્ણન થાય એમ નથી...કારણ કે લૂંટાયેલા પૈસા તો હજી કદાચ પાછા મળે પણ લૂંટાયેલા શીલ...?
સાવધ બની જાઓ...માનવજીવનમાં તો ખૂબ ખૂબ સુસંસ્કરણ, કુસંસ્કરોથી બચાવ અને ગુણની કમાઈ એ સૌથી અગત્યનું કર્તવ્ય છે. એની ઉપેક્ષા એટલે આલોક અને પરલોકના સુખ-શાન્તિની ઉપેક્ષા છે...આપણાથી જોખમ લેવાય જ નહિ...
માર્ગાનુસારીના એક એક ગુણના પાલનમાં કેવળજ્ઞાન સુધીના ગુણોની પ્રાપ્તિની શક્યતા છે.
ક
૩૬૩