SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીનો બાવીશમો ગુણ છે : અ-દેશ-કાળચર્યાનો ત્યાગ. માનવીની એક મોટામાં મોટી વિશિષ્ટતા ! શરીર પર મેલ ન ચડી જાય..ચડેલો મેલ રહી ન જાય એ માટે એણે શરીરને રોજ નવડાવ્યું. એ શરીરની શોભા વધારનારા વસ્ત્રો મેલા ન થઇ જાય...મેલા ન રહી જાય એ માટે રોજ એણે વસ્ત્રોને ધોવા નાખ્યાં...પણ ભારે કિંમતી એવા મન પર જામી ગયેલા થરના થરની એણે જરાય ચિંતા જ ન કરી...થોડા થોડા પ્રમાણમાં ચડતા ગયેલા એ મેલના ઘરે એની જિંદગી બરબાદ કરી નાખી.. તોય એ સમજયો નહિ...સાવધ થયો નહિ, એટલું જ નહિ, હાથે કરીને વધુ મેલ ચડે એવા જ સ્થાનમાં અને વાતાવરણમાં તે જતો ગયો...અને પોતાના ઉત્તમ જીવનની એ બરબાદી નોતરી બેઠો.....આ બરબાદીને અટકાવવાનો એક સારામાં સારો ઉપાય એટલે જ અ-દેશ-કાળચર્યાનો ત્યાગ ! અ-દેશ એટલે કે અનાર્યદેશ અથવા તો આર્ય પણ હિંસક, દગાબાજ, દુરાચારી, જુગારી, ગુસ્સાખોર, ધર્મવિરોધી વગેરે દેશ, ગામ, મહોલ્લો કે શેરી. અ-કાળ એટલે કે અયોગ્ય કાળ...એમાં વસવું કે ફરવું નહિ. કેમકે તેથી શરીર-ધન-આત્માને નુકશાન પહોંચે છે. શાસ્ત્રકારોએ આપણા આત્માની ચિંતા માટે કેટકેટલી કાળજી કરી છે તેનો ખ્યાલ તો આવા ગુણોના પાલનના લાભને નજર સામે લાવીએ ત્યારે આવે ! એક વાત તો નિશ્ચિત્ત છે કે માણસને જ્યાં સંપત્તિ દેખાઇ છે...ત્યાં એ જાગૃતસાવધ અચૂક બન્યો છે...ધનની તાકાતનો જેને ખ્યાલ છે એવા કોઇપણ માણસને લગભગ કહેવું નથી પડતું કે, “ભાઈ ! આ બાજુ ગુંડાઓનો અડો છે માટે એ તરફ જતો નહિ...અથવા તો આ રસ્તેથી રાતના દસ વાગ્યા પછી નીકળવામાં પૂરેપૂરું જોખમ છે માટે ભૂલેચૂકે એવા ટાઈમે આ રસ્તાથી નીકળતો નહિ !” આવું કાંઇ કહેવું પડતું નથી કારણ કે એ માણસને ધનની હાજરીના લાભ અને ધનના અભાવના નુકશાનનો પૂરેપૂરો ખ્યાલ છે...અને એટલા જ માટે તે માણસ હાથે કરીને અથવા તો સામે ચડીને કોઇ જોખમ ઉઠાવવા તૈયાર થતો નથી અરે ! એવો કોઇ પ્રસંગ આવી જ ગયો હોય તોય એ પ્રસંગે ખૂબ સાવધ બની જતો હોય છે ! મારી પાસે રત્નો છે... વાણિયો બહારગામથી પુષ્કળ કમાણી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો ૩૫૭
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy