________________
ગુણાર્જન માટે શરુ કરેલા તમારા પ્રયત્નો જરાય નિષ્ફળ નહિ નીવડે...હા...કામચલાઉ કદાચ નિષ્ફળતા મળશે તોય એ નિષ્ફળતા સફળતાને નજીક લાવ્યા વિના નહિ રહે ! આ માત્ર વાતો નથી...વાસ્તવિકતા છે..વ્યવહારમાંય આવું દેખાય છે !...
- સાયકલ ચલાવવાનું શીખનારો ૫-૧૫ વાર પડે છે તો સાયકલ ચલાવતા જલ્દી શીખે છે...ધંધો કરનારો બે-ચાર વખત કદાચ ખોટ ખાતો હોય તોય પછી એ સાવધ બનીને ધંધો કરીને નફો જ મેળવતો હોય છે...નાનો છોકરો ચાલવાનું શીખતા પહેલાં ઘણી વાર પડતો હોય છે અને પછી જ ચાલતા શીખતો હોય છે...
આ જ ન્યાય લગાડી દો અહીંયાં ! ગુણપ્રાપ્તિ માટે પ્રામાણિક પણે પ્રયત્નો ચાલુ કરો...ખૂબ ધીરજ રાખો...કષ્ટોથી ડરો નહિ પણ કષ્ટોની વચ્ચે અડીખમ ઊભા રહો...]
આચાર પર પ્રભાવ વિચારનો છે. તો વિચાર પર પ્રભાવ વાતાવરણનો છે. બેડામાં પાણી જો નળમાંથી આવે છે તો નળમાં પાણી ટાંકીમાંથી આવે છે. ટાંકીનું પાણી જો સ્વચ્છ છે તો નળમાં પાણી અસ્વચ્છ આવવાનો કોઇ જ પ્રશ્ન રહે તો નથી અને નળમાંપાણી સ્વચ્છ છે તો બેડામાં અસ્વચ્છ પાણી આવવાનો કોઇ પ્રશ્ન નથી રહેતો...
સઆચાર ટકી રહ્યા છે. સવાતાવરણના કારણો...
ક
ક
૩૫૫