________________
એકલો થોડો કરું છું ?” આવા પાંગળા જવાબો ન શોધીએ. આ વિચાર તો જીવનમાં બેસુમાર પાપોને પ્રવેશવા દેવા માટેનો પાપી દરવાજો બની જાય તેમ છે.
સમાજમાં જેમ અન્યાયી ! અનીતિમાન ! પાપી માણસોનાં ઉદાહરણો છે તેમ ન્યાયી ? નીતિમાન અને પુણ્યશાળી માણસોનાં ઉદાહરણો પણ મોજૂદ છે. ભલે તેવાં ઉત્તમ ઉદાહરણો અલ્પ સંખ્યામાં હોય, પરંતુ જેને આદર્શ જ લેવો છે તેને માટે તો એક ઉદાહરણ પણ બસ છે.
ચાલો..ધનોપાર્જનમાં ન્યાય સંપન્નતાને જોડીને જીવનને ઉજાળીએ.
જીવનને ગુણોથી સભર અને ધર્મસાધનાથી મઘમઘતું બનાવવું એમાં જ મળેલા માનવ જીવનની સાર્થકતા અને સફળતા છે.
સંસ્કૃતનું સુભાષિત છે. સામાન્તોમો પ્રવર્ધત !'
જેમ જેમ લાભ થાય, તેમ તેમ લોભ વધે છે. ધરતીનો છેડો મલી શકે, આકાશનો અંત આવી શકે, દરિયાનો તાગ પામી શકાય પણ ઇચ્છાનો ધ એન્ડ નથી આવતો.
ગામડિયો માણસ મુંબઇ જતો હતો. એના મિત્રએ કહ્યું: મુંબઇમાં કોઈ પણ વસ્તુ લે તો ભાવતાલ બરાબર કરજે. ત્યાં અજાણ્યાને લૂંટી લેતા હોય, છે. માટે જે ભાવ કહે તેનાથી અડધા જ આપણે કહેવા. ગાંઠ વાળીને ગામડિયો મુંબઈ આવ્યો. એક દિવસ છત્રી લેવા એક દુકાને ગયો. દુકાનદારે કહ્યુંઃ ૪૦ રૂપિયા. ગામડિયો કહે : લૂંટો નહિ, ૨૦ રૂ. માં આપો. નવો ઘરાક સમજી દુકાનદાર ૨૦ રૂ. માં આપવા તૈયાર થયો. તો ગામડિયો કહે ૧૦ રૂ. માં આપો. દુકાનદારને હસવું આવ્યું. એણે ૧૦ રૂ. માં આપવાની હા કહી. તો ગામડિયો કહે : ૫ રૂ. માં આપો. પાંચના અઢી થયા અને અઢીના સવા થયા. સવામાં આપવી એના કરતાં મફતમાં ન આપું...એમ સમજી દુકાનદારે કહ્યું: લે, મફતમાં લઈ જા. દુકાનદાર એક છત્રી મફતમાં આપવા તૈયાર થયો. તો ગામડિયો કહે કે બે છત્રી આપોને !
ઇચ્છાનો ધ એન્ડ ક્યારે ?
.:
:
૨૮