SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે કેટલાક બ્રાહ્મણોને ભેગા કરીને તેમની માલિકીની જમીનની માગણી કરી. ઘણી વિચારણાઓ કર્યા બાદ બ્રાહ્મણોએ જણાવ્યું કે, “મંત્રીશ્વર ! આપને જેટલી જમીન જોઇતી હોય તેટલી જમીન ઉપર સોનામહોરો પાથરીને તે આપવી.” મંત્રીશ્વરે આ દરખાસ્ત સ્વીકારી લીધી. સોનામહોરોના કોથળાઓ ભરાઇને આવી ગયા. જમીન ઉપર પાથરવાનું શરુ કરવામાં આવ્યું. ત્યાં જ મંત્રીશ્વરના મનમાં એક વિચાર ઝબૂક્યોઃ અરે ! આ તો હું અનીતિ કરી રહ્યો છું. સોનામહોરો ગોળાકારે છે. એટલે જમીન ઉપર પાથરતાં વચ્ચે વચ્ચેની થોડી જમીન પણ સોનામહોરો વગરની રહેશે. આટલી જગ્યા પણ મારાથી અનીતિથી કેમ લેવાય ? અને તરત જ મંત્રીશ્વરે એ બધી સોનામહોરો પાછી મોકલી. અને ખાસ નવી ચોરસ સોનામહોરો તૈયાર કરાવરાવી અને તેને પથરાવીને જરુરી જમીન મંત્રીશ્વરે ખરીદી લીધી. - એક મહોરના પચીસ રૂપિયા ગણવામાં આવે તો પણ ૪,૩૫,૬૦,૦૦૦ (ચાર કરોડ, ત્રેપન લાખ અને સાઇઠ હજાર) રુપિયા માત્ર જમીન ખરીદવામાં મંત્રીશ્વરે ખર્ચા. નીતિમત્તાનો આ કેવો ઉત્તમ આદર્શ ! આદર્શોની કિંમત ઘણી વધારે ? જીવનમાં આચરણ કરતાંય આદર્શની કિંમત વધારે છે. જેની પાસે જેટલા વધુ ઊંચા આદર્શો હશે તેટલું તેનું જીવન ઊંચું બનતું જશે. શ્રી જિનશાસનના ગગનમાં વસ્તુપાળ-તેજપાળ-પેથડમસ્ત્રી- કુમારપાળસુલસા-મયણા-સીતા-મદનરેખા વગેરે અસંખ્ય તારલાઓના આદર્શો ચમકી રહ્યા છે. આ મહાન આદર્શ તારલાઓ પ્રત્યે જે પુણ્યાત્મા થોડી પણ નજર કરશે તો તેના જીવન ઉપર તેનો પુનિત પ્રકાશ પડયા વગર નહિ જ રહે. ખૂબ સાવધાન બની જઇએ. જીવનનાં તમામ ક્ષેત્રોમાંથી અનીતિ, અન્યાય, દંભ, વિશ્વાસઘાત અને જૂઠનાં પાપોને તિલાંજલિ આપીએ. જાતની અનીતિનો બચાવ કરવા માટે, “બીજાઓ પણ આમ જ કરે છે. બધા અનીતિ કરે છે. હું : -
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy