SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ મજબૂત ક૨વામાં વ્યર્થ એવી શક્તિઓ શા માટે વેડફી નાખવી જોઇએ ? અહંકારની વાત અહીંયા એટલા માટે કરીએ છીએ કે આ અભિનિવેશના પાપને જીવનમાં મજબૂત બનાવનાર કોઇ હોય તો તે અહંકાર જ છે... હઠાગ્રહ-મતાગ્રહ ને કદાગ્રહના મૂળમાં, સિવાય અહંકાર બીજું છે શું ? પણ શાંત ચિત્તે જો વિચાર કરીએ ને તો એક વાત આપણને સ્પષ્ટ સમજાઇ જાય તેવી છે કે કોઇપણ વસ્તુને ઓળખવામાં, કોઇપણ વ્યક્તિને પારખવામાં આપણે હકીકતમાં ખૂબ જ કમજોર છીએ...કારણ કે આપણા પ્રત્યેક નિર્ણયો ઇન્દ્રિયો અને મનના આધારે નક્કી થતા હોય છે...અને ઇન્દ્રિયો તથા મન એ પોતે જ અપૂર્ણ છે... છેક દૂર સુધી ગાડીના પાટા જોઇએ ત્યારે આપણને એમ લાગે છે કે આ ગાડીના પાટા એકબીજાને મળી જાય છે...છતાં વાસ્તવિકમાં એ પાટા જુદા જ હોય છે એ આપણે જાણીએ જ છીએ...આંખેથી થતું દર્શન ખોટું હોઇ શકે છે...શા માટે મનના એવા અપૂર્ણ નિર્ણયોને વળગીને હાથે કરીને અશાંતિ ઊભી કરવી ? જેમ જેમ આપણે આપણી અપૂર્ણતાનો સ્વીકાર કરતા જશું તેમ તેમ અભિનિવેશનો ત્યાગ આપણા માટે સરળ બનતો જશે... માની લો કે તમે તમારી જગ્યાએ બેઠા છો અને એ જ વખતે પવનના ઝપાટાથી ઊડતો ઊડતો એક કાગળ તમારી પાસે આવીને પડ્યો...એ કાગળની એક બાજુ લખેલું હતું કે ‘તો પછી હું તને જોઇ લઇશ...!' આ પંક્તિના આધારે તમે એમ કલ્પના કરો કે આ પંકિત કોઇ જગ્યાએ થતી મારામારીના સંદર્ભમાં જ છે...આવી વિચારણામાં ચડયા હોય અને ત્યાં જ બીજો કાગળ તમારી પાસે આવીને પડે અને એ કાગળની ૧૫ પંકિતઓ તમને વાંચવા મળે...તેમાં લખેલું લખાણ વાંચતા તમને એમ થાય કે પેલી પંકિત આ જ લખાણના સંદર્ભમાં છે...તમે એ પંકિતને સાથે રાખીને સંપૂર્ણ લખાણ વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આ તૂટી ગયેલી પંકિતનો હું જેવો અર્થ ક૨તો હતો તેવો અર્થ નહોતો જ !... કારણ કે આ આખું લખાણ તો પરમાત્માને ઉદેશીને છે...અને તેના આધારે લખાયેલી છેલ્લી પંકિતનો અર્થ તો એમ નીકળે છે કે હે ભગવંત ! તારી આટઆટલી ભક્તિ કર્યા પછી પણ જો તું મને દર્શન નહિ આપે તો પછી હું તને |૩૩૭
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy