________________
હઠાગ્રહોનાં કે કદાગ્રહોનાં બીજાં નુકશાન તો પછી, પણ મોટામાં મોટું નુકશાન કોઇ હોય તો તે છે...એકના અહંની પુષ્ટિ અને સામાના દિલમાં ઉત્પન્ન થતી દુર્ભાવોની પરંપરા ! આ બે નુકશાનો એટલાં બધાં ભયંકર છે કે આત્મામાં કદાચ જનમોજનમ સુધી ચાલે તેવા દુશ્મનાવટોના કુસંસ્કારોને ઊભા કરી દે ! શાસ્ત્રના પાને આવા અનેક દ્રષ્ટાંતો નોંધાયા છે !
છોડી દો આ અભિનિવેશની કાતિલ મનોવૃત્તિને ! એ મનોવૃત્તિને તોડવા માટે આ વિચારો મુખ્ય રાખો કે (૧) મારી સઘળીય માન્યતાઓ સાચી જ હોય તેવું ન પણ બને...(૨) કેટલીક માન્યતા સાચી હોય તોય તે મારી અલગ પરિસ્થિતિને આભારી છે...સામી વ્યક્તિની અલગ પરિસ્થિતિમાં એ માન્યતા સફળ થશે જ તેવું હું શી રીતે કહી શકું ? (૩) સામી વ્યક્તિને નિશ્ચિત લાભ જ થાય તેવી પણ મારી વાત મારું પુણ્ય ઓછું હોય તો તેને ન ગમે તેવું પણ બને. (૪) સામી વ્યક્તિના મનનો હું કાંઇ માલિક નથી. (પ) મારે માત્ર વાતની રજૂઆત જ કરવી છે. તે વાતને સામાએ સ્વીકારી જ લેવી જોઇએ તેવો મારો કોઇ આગ્રહ નથી...!
આવી વિચારણાઓ દ્વારા આપણા મનને કેળવ્યે જ છૂટકો છે...જો મન નહિ કેળવાય તો આગળ જે નુકશાનો બતાવ્યાં તે આવીને ઊભાં જ રહેશે !
હઠાગ્રહ કે કદાગ્રહ જ્યારે સફળ થતા નથી ત્યારે સામી વ્યક્તિ માટે આપણા મનમાં એક પૂર્વગ્રહ બંધાઈ જાય છે...અને બંધાઇ ગયેલો એ પૂર્વગ્રહ સામી વ્યક્તિના સદ્ગણો તરફ પણ આપણને આંધળા બનાવી દે છે...
એક વાત સમજવી પડશે કે આપણાં અહંકારે આપણને દુ:ખી કર્યા છે. કલ્પના તો કરી જુઓ, સમુદ્રમાં તોફાનના કારણે વહાણ તૂટ્યું હોય...તમને પાટિયું મળી ગયું હોય...અને એ પાટિયાના સહારે તમે કોઇ એવા નિર્જન દ્વીપમાં આવી ચઢયા હો કે જ્યાં તમારા સિવાય બીજો કોઇ માણસ જ ન હોય...અને ત્યાં તમને પુષ્કળ હીરાઓ મળી જાય...કોઇનો મહેલ જેવો બંગલો રહેવા મળી જાય...રાજકુમાર જેવા વસ્ત્રો પહેરવા મળી જાય.. તોય તમને આનંદ કેટલો આવવાનો ? જરાય નહિ... કારણ કે એ દ્વીપમાં તમારો અહંકાર મજબૂત કરે તેવો બીજો કોઈ માણસ જ નથી...
તો પછી હું કહું છું કે પર-અપેક્ષિત એવા અહંકારને સાચવવામાં અને
૩૩૬