________________
“નાથ ! શિશુપાલ વધની કદરદાની રુપે મળેલી લાખ સુવર્ણમુદ્રાઓ તો અહીં આવતાં આવતાં જ ગરીબોને દેવાઇ ગઇ...હવે શું આપું ?''
ત્યારે અશ્રુભીની આંખે પંડિત ધર્મપત્નીના હાથમાં રહેલાં સોનાના બે કંકણ તરફ ઇશારો કરે છે...ચતુર પત્ની સમજી જાય છે...અને હાથમાં રહેલાં બન્ને સુવર્ણકંકણ અતિથિના હાથમાં મૂકી દે છે :
દંપતીની ચાર આંખો, દાન આપી શકાયાના આત્મસંતોષથી છલકાઇ ઊઠે છે...પણ...આ શું ? જોયું...તો આંગણે વળી કોક યાચક આવી ઊભો હતો. હવે આ યાચકને હું શું આપીશ ? એ ચિંતામાં માઘનું હૃદય અપાર વેદનાથી કણસી ઊઠયું. તે પોતાના હૃદયને જ કહે છે :
“આજ દિન સુધી મેં કોઇ યાચકની યાચનાનો ભંગ કર્યો નથી. પણ આજે મારું હૃદય વેદના અનુભવે છે. હું ખૂબ મુંઝાઇ ગયો છું.
‘હવે મારે શું કરવું ? શું અતિથિને નિરાશ કરીને પાછો કાઢું ? તો શું પ્રાણત્યાગ કરી દઉં ? ના...ના...આત્મહત્યા તો અપરાધ છે...તે મારાથી કેમ થાય !
“તો, હે મારા પ્રાણો ! હું તમને વિનંતિ કરું છું કે યાચકને જો હું કાંઇ જ દઇ શકું તેમ ન હોય...તો આ યાચક મારા આંગણેથી પાછો ફરે તે પહેલાં જ તમે મારા શરીરમાંથી ચાલ્યા જાઓ.''
અને...ખરેખર...તે જ ક્ષણોમાં માઘ કવિના પ્રાણો શરીરમાંથી વિદાય થઇ ગયા...માઘનો આત્મા પરલોકના પંથે પદસંચાર કરી ગયો...
અસ્થિ અને મજ્જામાં ‘અતિથિ-સત્કાર'ની ભાવના રમમાણ થઇ ગયા સિવાય આ કેમ સંભવે ? કેવું ઔદાર્ય ! હૃદયની અપરિસીમ સંકલ્પબદ્ધતા ! કેવી ધીરતા ! કેવું સત્ત્વ ! કેવી વીરતા !
ભારત દેશના અતિથિ-સત્કારની અનોખી અને દિગંત વ્યાપી યશ:કીર્તિને સુણાવતા માઘના આ દૃષ્ટાંતમાંથી આપણે પણ પ્રેરણા પામી ને અતિથિસત્કાર' ગુણને જીવન ઉદ્યાનમાં ખીલવા દઇએ...]
વચન અને કાયાથી બંધ ઊભો થાય પણ મનથી અનુબંધ ઊભો થાય આ વાત ન ભૂલાય...
૩૨૯