SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પધાર્યા છે...એ વાતની જેમ જેમ જાણ થતી ગઇ, તેમ તેમ અવંતીમાં પણ અનેક યાચકોના ટોળાં માઘના ઘરે ઊભરાવાં લાગ્યાં. માઘની ધર્મપત્ની પણ ખરેખર અદભુત સ્ત્રી હતી. પતિ અને પત્ની ભૂખ્યા રહીને પણ ગરીબોને આપતાં ગયાં... અને ઘરવખરીનું પણ દાન દેવા લાગ્યાં. પણ હવે તો હદ થતી હતી. વસ્ત્ર યાચકો પણ ગરીબ છતાં હૃદયના તવંગર માઘની કથળેલી સ્થિતિને જોતાં સ્વયં પાછા વળવા લાગ્યાં. પણ આનાથી તો માઘનું દાનશીલ હૃદય વધુ સંતપ્ત થવા લાગ્યું. માઘને વિચાર સ્ફુર્યો : આ મારી અણમોલ કૃતિ ‘શીશુપાલ-વધ’ રાજચરણે ધરીને સમ્પત્તિ મેળવી લઉં તો ? તો બીચારા અનેક યાચકોની નિરાશા આશામાં પલટાઇ જશે. ૬ :ખિત અને પીડિત અવસ્થામાંય જાતની નહિ, જગતની ચિતાં કરનારો આ માનવી, કેવી માટીથી ઘડાયો હશે ? !! માઘકવિએ પોતાની દિવ્યકૃતિ ‘શીશુપાલ-વધ' ને લઇને નિજ-પત્નીને રાજસભામાં મોકલી...મહારાજા ભોજ માઘની અમકૃતી પોતાના આંગણે આવેલી જોઇને રાજસિંહાસન ઉપરથી ઊભો થઇ ગયો...માઘ-પત્નીને ભોજે ભારે આદર અર્ધો અને માઘની અમરકૃતિને ભાવથી પ્રણામ કર્યા. ,, માઘપત્ની બોલ્યાં ‘‘રાજન્ ! મારા પતિદેવે રચેલી આ દિવ્ય રચના આપને અર્પિત ક૨વા આવી છું. એના બદલામાં...આપ ઉચિત દ્રવ્યનું દાન કરશો તો આંગણે આવતા અતિથિઓનો સત્કાર કરવાનું અમારા માટે સરળ બનશે... રાજા ભોજ બોલ્યા : ‘‘દેવી ! કવિવર માઘની કૃતિને મારી રાજસભામાં રાખવા મળે એને હું મારું ૫૨મ સૌભાગ્ય ગણું છું. આ કૃતિના મોલ તો અણમોલ છે. પણ છતાં...હું આપને એક લાખ સુવર્ણમુદ્રા અર્પણ કરું છું.'' લાખ સુવર્ણમુદ્રાને લઇને પુલકિત બનેલા માધના પત્ની રાજદરબારેથી ઘરે પાછા ફરતાં હતાં...ત્યારે જ...ટોળે વળેલાં અનેક યાચકોને દાન દેતાં...દેતાં...ઉદાર પતિના આ ઉદાર ધર્મપત્ની ઘેર આવ્યાં ત્યારે તમામ ધન ગરીબોને દાનમાં અપાઇ ગયું હતું... ઘરમાં પ્રવેશતા પત્નીને પંડિતરાજ પૂછે છેઃ દેવી આ આંગણે અતિથિ ઊભો છે. તમે જે ધન લાવ્યા હો તેમાંથી થોડું આપો.'' ત્યારે પત્ની કહે છે : ૩૨૮
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy