________________
ગુણ...જે સંસારની સર્વોત્તમ ‘તીર્થંકર-પદવી'ને ભેટ આપવાની પણ જબરજસ્ત તાકાત ધરાવે છે !!!
દેવગિરિ નામની નગરીમાં જગસિંહ નામનો એક પરમ જૈન શ્રાવક રહેતો હતો. તે ખૂબ જ ધનાઢય હતો. સાથે પરમ ઉદાર પણ હતો. - પોતાના આશ્રિતોને-નોકરો વગેરેને તે પરમ ઉદારતાથી ધન આપતો. પોતાના ત્રણસો સાઇઠ નોકરોને તેણે એટલું બધું ધન આપ્યું હતું કે તે સહુ માલદાર શેઠ બની બેઠા હતા.
આ સહુ નોકરો-જે હવે શેઠિયા બની ગયા હતા તેમને સાધર્મિક-ભક્તિનો મહિમા સમજાવીને જગસિંહ શેઠે એવી સુંદર વ્યવસ્થા કરાવી હતી કે એક-એક શેઠ રોજ સાધર્મિકોનું વાત્સલ્ય (ભક્તિ) કરતા રહેતા...ત્રણસો સાઇઠ શેઠિયાઓ ત્રણસો સાઇઠ દિવસ સાધર્મિક-ભક્તિ કરતા અને આમ સમગ્ર વર્ષ દરમ્યાન સતત સાધર્મિક-ભક્તિ ચાલ્યા કરતી. એક દિવસની સાધર્મિક-ભક્તિનો ખર્ચ બહોંતેર હજાર ટાંક (તે સમયનું ચલણ) આવતો...,
- શરાદના આભૂઠશેઠે ત્રણસો ને સાઇઠ સાધર્મિકોને પોતાના જેવા જ ધનાઢય બનાવ્યા હતા.
આ બધા પ્રસંગો મુખ્યત્વે સાધર્મિક-ભક્તિના છે. પરંતુ જેમ સાધર્મિકો વિશિષ્ટ વ્યક્તિને પાત્ર છે...તેમ અન્ય સજ્જનો, સદગૃહસ્થો અને સંતો પણ “સાધુ” શબ્દથી સમજવાના છે. અને તેમનો સત્કાર પણ કર્તવ્યરુપ છે.
અહીં યાદ આવે છે પેલા સજ્જન-શિરોમણિ એકનાથ ! એક દિવસ પોતાના ગામના પાદરેથી એક સંઘ-પદયાત્રા-પ્રવાસે નીકળેલો-પસાર થતો હતો. આશરે સો જેટલા યાત્રાળુઓ તેમાં હતા. એકનાથની પત્નીએ આ યાત્રિકોને જતા જોયાં.
જેવા એકનાથ...સંત કક્ષાના સદગૃહસ્થ...તેવી જ ધર્મપરાયણા તેમની ધર્મપત્ની !! એકનાથની પત્નીને પેલા યાત્રિકોનો ભોજન-સત્કાર કરવાનું મન
થયું.
તેણે તો ભારે પ્રેમપૂર્વક આમંત્રણ આપી દીધું “પુણ્યવાન યાત્રિકો ! આપ સહુએ મારા ઘરે ભોજન કરવા પધારવું જ પડશે. તે વગર હું આપને આગળ
૩૨૨