________________
વિનંતી કરાઇ ‘આપ સહુને આજે ભોજન કરાવી શક્યો નથી...આપ આવતી કાલે પધારજો. અને મને સાધર્મિક ભક્તિનો લાભ આપજો.’’
પ્રતિજ્ઞા મુજબ રાજા દંડવીર્યે પ્રથમ દિવસે ભોજન ન લીધું. સૂર્યાસ્ત થઇ ગયો એટલે પોતે ઉપવાસ કર્યો.
બીજો દિવસ થયો. વળી સાધર્મિકોની વણઝાર શરુ થઇ...તેમની ભક્તિ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવી. નવા નવા સાધર્મિકો આવતાં જ ગયા, આવતા જ ગયા. બીજે દિ’ પણ એ જ સ્થિતિ ! સાયંકાલ...સૂર્યાસ્ત...અને સાધર્મિકોની અવિરત ધારા ચાલુ...દંડવીર્યે બીજે દિ' પણ ઉપવાસ કર્યો.
ત્રીજો દિવસ...ચોથો...પાંચમો...છઠ્ઠો...સાતમો..અને આઠમો સતત આઠ દિવસ સુધી ઇન્દ્રે દેવીશક્તિથી સર્જેલા સાધર્મિકોનો પ્રવાહ સતત અખંડપણે ચાલતો રહ્યો...ચાલતો જ રહ્યો. અને સાધર્મિકોને જમાડ્યા બાદ જ જમવાના નિયમના કારણે દંડીવર્ય રાજાને ઉપવાસ થતા રહ્યા.
આઠ-આઠ દિવસના ઉપવાસ થવા છતાં રાજાના હૃદયમાં રંજ નથી એ વાતનો કે પોતાને આઠ-દિનના ઉપવાસ થઇ ગયા...હા...એ વાતનો રંજ છે કે ઇચ્છા હોવા છતાં પૂરેપૂરા સાધર્મિકોની પૂર્ણ ભક્તિ પોતે ક૨ી ન શક્યા.
આઠ દિવસ પસાર થયા...લાખોની સંખ્યામાં સાધર્મિકોની ભક્તિ ઉછળતા ઉમંગ-પૂર્વક દંડવીર્ય રાજા કરતા રહ્યા. ત્યારે છેવટે ઇન્દ્ર થાક્યો...એને થયું કે દંડવીર્યનું સત્ત્વ એટલું જોરદાર છે કે એક મહિના સુધી પણ તમામ સાધર્મિકોને આ રાજા જમાડતો રહેશે અને મહિનાભરના પોતે કદાચ ઉપવાસ પણ કરશે.
છેવટે ઇન્દ્ર સ્વયં પ્રગટ થયા. અને રાજા દંડવીર્યની સાધર્મિક-ભક્તિની ભરપૂર પ્રશંસા કરી. વળી, દેવતાઇ ધનુષ્ય અને દિવ્ય કુંડલ રાજાને સપ્રેમ ભેટ આપ્યાં.
સંભવનાથ ભગવંતના આત્માએ પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંક૨-નામકર્મની નિકાચના કરી, તેનું કારણ તેમણે કરેલી અદભુત સાધર્મિક-ભક્તિ હતી. તે સમયે એકવાર અતિ ભયંકર કક્ષાનો દુકાળ પડયો હતો. ત્યારે તેમણે અનુપમ પ્રકારની સાધર્મિક-ભક્તિ કરીને જિનનામકર્મની નિકાચના કરી હતી...
કેવો અદભુત છે...અતિથિ (સાધર્મિકાદિ) સત્કાર નામનો આ સદ
૩૨૧