________________
લોકો સાથે જે છેતરપીંડી ! વિશ્વાસઘાત ! જૂઠ વગેરે આચરવારૂપ અનીતિ કરવામાં આવે છે તેનો તો સદંતર ત્યાગ કરવો જોઇએ.
ખરેખર...આજની સરકારે પ્રજાને માટે એવા કાયદાઓ ઘડી નાખ્યા છે કે જેથી માણસને અનેક જાતનાં પાપો કરવાની ના છૂટકે ફરજ પાડી દીધી છે.
આમ છતાં પાપ એ પાપ જ છે. ચોરી એટલે ચોરી. પછી તે કાયદેસર હોય કે ગેરકાયદેસર. તે પણ ન જ કરવી જોઇએ.
છતાં બીજા નંબરની ઇન્કમટેક્ષની ચોરી રૂપ અનીતિ તમે ન જ છોડી શકતા હો તો પહેલા નંબરની અનીતિ તો છોડો.
સામાન્ય જન સમાજ સાથે છેતરપીંડી વગેરે કરવા રુપ અનીતિના ત્યાગનો તમારો ધર્મ જીવનમાં એવું પુણ્ય પેદા કરશે કે જે કદાચ કાલે બીજા નંબરની અનીતિને છોડવાનું પણ બળ પેદા કરી આપશે. અનીતિનો ત્યાગ સદ્ધર્મનું પ્રથમ સોપાન :
સંસારમાં રહ્યા છો એટલે ધનપ્રાપ્તિનો ઉદ્યમ તો કરવો જ પડે. આજીવિકાના નિર્વાહ માટે કાંઇ ઘેર ઘેર જઇને ભીખ ન મગાય. એમ કરો તો એનાથી તો શ્રાવક તરીકે તમારી અને તમારા ધર્મની-જૈનશાસનની નિંદા થાય. - પરંતુ ધનપ્રાપ્તિનો ઉદ્યમ એવો હોવો ન જ જોઇએ કે જેમાં આત્મકલ્યાણની દૃષ્ટિ જ બીડાઇ જાય.
ગૃહસ્થ અવસ્થામાં રહેલા શ્રાવકનું લક્ષ તો સર્વસંગત્યાગનું જ હોવું ઘટે. જેમ દરદી આરોગ્ય પામવા માટે દવા પીએ છે, પણ દવા પીધે જ રાખવી એ તેનું લક્ષ નથી. તેનું લક્ષ તો આરોગ્ય પામવાનું છે અને જ્યારે આરોગ્ય પ્રાપ્ત થઈ જાય કે દવા આપો આપ છૂટી જાય.
એમ શ્રાવકના મનમાં, જ્યારે ધનનો પૂર્ણ ત્યાગી (સાધુ) બનું!એવું લક્ષ હોય તો છેવટે-કમ સે કમ-તે ધનપ્રાપ્તિના ઉદ્યમમાં અનીતિનો ત્યાગી બને જ.
અનીતિનો તમે ત્યાગ કરશો ત્યારે સમજી રાખજો કે તમે સદ્ધર્મનું પહેલું સોપાન ચઢચી. અનીતિને છોડવા શુભ ભાવનાઓ ભાવો :
જ્યારે જ્યારે અનીતિથી-અન્યાયથી ધન મેળવવાના કોડ જાગે ત્યારે ત્યારે