________________
ખેંચાતાં રહ્યાં. કેવું ઘોર પાપ મેં કર્યું. !! એના કારણે આજે હું આ વેદનાનું દુ:ખ ભોગવી રહ્યો છું.”
દ્રોપદીએ વિનયપૂર્વક પૂછ્યું “પિતામહ ! મારા મનમાં પણ ઘણા વખતથી આ વાત ઘોળાયા કરતી હતી. પરંતુ આજે આપે જ આ વાત છેડી છે તો હજી મારા મનમાં જે બાબત છે તે પૂછી લઉં કે શા માટે આપ ત્યારે કાંઇ ન બોલ્યા ? શું ધૃતરાષ્ટ્ર આપને મૌન રહેવાની ફરજ પાડેલી હતી ?”
દ્રોપદી ! ના...ના...” એક વેદનાભરી ચીસ નાંખીને ભીષ્મ ફરી બોલવા લાગ્યા: “હે કૃષ્ણા ! તે દિવસે મેં દુષ્ટ એવા દુર્યોધનનું ભોજન લીધું હતું. તેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અને માટે જ હું તે સમયે મૌન રહ્યો !”
જોયો ને...અનીતિમાનના ધન દ્વારા પ્રાપ્ત ભોજન કરવાનો અંજામ ! ભીષ્મ જેવા મહાન ધર્માત્માની બુદ્ધિને પણ તેણે ભ્રષ્ટ કરી નાંખી. અનીતિ વગર કેમ ચાલે ? એનો જવાબઃ
આજે ઘણા માણસો દલીલ કરતા હોય છે “ચોરી કર્યા વગર જીવાય જ કેમ ? ઇન્કમટેક્ષ વગેરેની ચોરી કરવારૂપ અનીતિ વિગેરે ન કરીએ તો અમારે ભૂખે મરવાનો સમય આવે.”
આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં આપણે અનીતિના બે વિભાગ પાડી શકીએ. (૧) સામાન્ય જનસમાજ સાથે કરાતી છેતરપીંડી ! જૂઠ ! વિશ્વાસઘાત વગેરે રૂપ
અનીતિ. (૨) સરકાર સાથે કરવામાં આવતી ઇન્કમટેક્ષની ચોરી રૂપ અનીતિ.
હવે આમાં સૌથી પહેલી વાત તો એ જ છે કે જીવનની જરૂરિયાતને એકદમ ઘટાડી દેવામાં આવે તો વધારે ધન કમાવવાની જરૂર જ ઊભી નહિ થાય અને જો વધુ ધન કમાવવાની જરૂર ન પડે તો અનીતિ કરવાની પણ જરૂર ન પડે.
આમ, અનીતિનું મૂળ વધુ પડતી જીવન-જરૂરિયાતો છે. ઓછામાં ઓછી જીવન-જરૂરિયાતોથી જે માણસ ચલાવી શકે એ આજે ચોક્કસ નીતિપૂર્વક જીવી શકે.
પરંતુ જો બધા માટે આવી ત્યાગવૃત્તિ શક્ય ન હોય તો સૌપ્રથમ સામાન્ય
:
ક