________________
અતિથિ-સત્કાર માર્ગાનુસારીના ગુણોમાં ઓગણીશમાં નંબરનો ગુણ છે :
અતિથિનો સત્કાર, અતિથિની ભક્તિ-સેવા. અતિથિ કોણ ?
અતિથિ એટલે કોણ ? એની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારો સમજાવે છે કે જેઓ સતત શુભ-પ્રવૃત્તિમાં યુક્ત છે, “આજે પર્વ તિથિ છે માટે ધર્મ કરો અથવા શુભ અનુષ્ઠાન આચરો” અથવા “આજે પર્વ તિથિ નથી, માટે ધર્મ નહિ કરીએ કે અમુક વિશિષ્ટ સાધના નહિ કરીએ તો ચાલશે” આવો પર્વતિથિ કે અપર્વતિથિનો ભેદ પાડ્યા વગર જેઓ સતત એકાગ્રતા પૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન રહે છે, જેનું જીવન સત્યવૃત્તિઓનું અને શુભ અનુષ્ઠાનોનું એક સુંદર સરવરિયું છે, તેનું નામ અતિથિ.
તિથિ કે અતિથિના ભેદ વગર જેઓ સતત તત્ત્વજ્ઞાનરત રહે છે, ધર્મપ્રવૃત રહે છે અને મોક્ષમાર્ગની આરાધનામાં અનુરક્ત રહે છે, તે “અતિથિ' છે
અતિથિનો આ અર્થ મુખ્યત્વે “મુનિ' તરફ જ આંગળી ચીંધણું કરે છે. પરંતુ આ ઉપલક્ષણા-વચન છે. તેથી “અતિથિ'નો મુખ્ય-અર્થ “મુનિ' લઇને ગૌણઅર્થ બીજા પણ લઈ શકાય.
આ દૃષ્ટિએ “અતિથિ' ના ત્રણ વિભાગ પાડી શકાય (૧) મુનિ (૨) સાધુ અને (૩) દીન, (યાચક) મુનિ-ભક્તિ એ પરમ કર્તવ્યરુપ : | મુનિ' એટલે હરહંમેશ (તિથિ-અતિથિના ભેદ વગર) જેઓ પાંચ મહાવ્રતોને પાળે છે, પરમાત્માની આજ્ઞા મુજબ નિરંતર આત્માભિમુખી આરાધનાને આરાધે છે, પોતાની પાસે આવનારા મુમુક્ષુઓને જેઓ મોક્ષલક્ષી શુદ્ધ ધર્મદેશના આપીને સન્માર્ગમાં જોડે છે. જેઓ સંસારના સઘળાં પાપ-વ્યાપારોના ત્યાગી છે. અને જિનધર્મના અનુરાગી છે. મોહજનિત વાસનાઓથી મુક્ત બનવાની અને જિનાજ્ઞા-જનિત ભાવનાઓથી યુક્ત બનવાની તેમની સંયમ-સાધના જોઇને ભાવુક પુણ્યાત્માઓના મસ્તક તેમનાં ચરણોમાં સ્વત: ઝૂકી જાય છે.
આવા મુનિઓની ભક્તિ કરવી, તેમની સેવા અને પૂજા કરવી, તેમનો
૩૧૧
**
*
::::::