SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ આપનો નગરજન આવી યાતના ભોગવે તો આપની કોઇ ફરજ નહીં ?'' રાજા શ્રેણિકે બીજે દિવસે હુકમ કર્યો: “કાલ રાતે નદીમાં લાકડાં પકડનાર માણસને શોધી લાવો.” સૈનિકો રાજગૃહીની શેરીએ શેરીએ ફરી વળ્યા. પેલા ચીંથરેહાલ મમ્મણને રાજા સમક્ષ હાજર કર્યો. હાથ જોડીને નતમસ્તકે મમ્મણ ઊભો છે. એને એમ હતું કે હમણાં મારા ગુનાસર રાજા મને જેલની સજા ફટકારશે. મૃદુવાણીમાં રાજા બોલ્યા: “મહામના ! તમારું નામ ?” તે બોલ્યો : “મમ્મણ'' કાલે રાત્રે નદીમાં લાકડાં તમેજ પકડતા હતા ?” “હા...રાજન્ પણ મારો તે અપરાધ ક્ષમા કરો.” શ્રેણિક કહે: “એ અપરાધ તમારો નહિ, મારો છે. તમારા જેવા પ્રજાજનને પેટને ખાતર આવી કાતીલ ઠંડીમાં લાકડા પકડવા નદીમાં પડવું પડે અને રાજા તરીકે હું તમારી કાળજી ન લઉ...તો એ તમારો નહિ, મારો જ અપરાધ ગણાય ને ?' ત્યારે મમ્મણે કહ્યું “મહારાજ ! આપ ભૂલો છો. હું પેટને ખાતર તે લાકડાં નહોતો પકડતો. પણ મારે એ બળદનું શીંગડું બનાવવું છે...એ શીંગડાને પૂરું કરવા લાકડાં પકડતો હતો...તે લાકડાં ને બીજે દિ' બઝારમાં વેચીને તેની કિંમતમાંથી મારું તે અધૂરું કાર્ય પૂરું કરવા પ્રયત્ન કરું છું.” - શ્રેણિક કહે: ‘તમે ચિંતા ન કરો. તમને માત્ર શિંગડું જ નહિબે નવા બળદની જોડી જ આપી દઉં...બોલો...પછી તમે રાજી ને ?” મમ્મણ કહે: “મહારાજ ! તમારી ગૌશાળામાં હોય તેવા બળદો મને ન ખપે...આપ એકવાર મારા ઘરે પધારો...અને મારા બનાવેલાં બળદોને જુઓ...પછી મને માત્ર શીંગડું જ બનાવી આપજો.” મમ્મણની વાત સાંભળીને શ્રેણિકને અચરજ થયું.. બીજે દિવસે સવારે શ્રેણિક, ચેલણા અને પ્રધાનમંત્રીને સાથે લઇને મમ્મણના ઘરે ગયા... ૩૦૦ * ::::::: :::
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy