________________
જ પ્રાધાન્ય આપે છે.
પરંતુ
સંયમી સાધક આત્મા ‘આદ્ય’ પદનો અન્વય ‘ધર્મસાધન’ સાથે જોડે છે. ‘શરીર એ પહેલું ખરું ? પણ શેમાં પહેલું ? ધર્મની સાધના તરીકે પહેલું !' આથી ધર્મની સાધના માટે શરીરનો ઉપયોગ પહેલા કરવાનો. નહિ કે શરીરને પંપાળવા માટે પહેલું ગણવાનું છે.
શરીરને ભોજન શી રીતે આપવું તે માટે જૈન શાસ્ત્રકારોએ એક સરસ દૃષ્ટાંત બતાવ્યું છે.
એક શેઠ હતા. તેમનું નામ ધરમદાસ. રામસિંગ નામના કોઇ માણસે ધરમદાસના પુત્રનું ખૂન કરી નાંખ્યું...શેઠને રામસિંગ ઉપર ભારે ક્રોધ ચડ્યો. શેઠે રામસિંગને જેલમાં પુરાવી દીધો.
કેટલાક સમય બાદ ધરમદાસ પણ ધંધામાં કરેલા કાળા કરમના કારણે જેલમાં પુરાયા. તે જમાનામાં એક બેડીમાં રહેલા બે પેંગડામાં બે કેદીઓના એકએક પગ નાંખવામાં આવતા.
બન્યું એવું કે ધરમદાસ શેઠનો એક પગ, રામસિંગવાળી બેડીના પેંગડામાં જ નાંખવામાં આવ્યો. હવે શેઠને ક્યાંય પણ જવા-આવવા માટે રામસિંગના સહકારની જરુર પડતી. અને...રામસિંગને પણ શેઠના સહકારની જરુરિયાત રહેતી.
પહેલા જ દિવસે ધરમદાસ શેઠના ઘરેથી શેઠાણી શેઠ માટે સરસ ખાવાનું લઇ આવ્યા. રામસિંગે શેઠ પાસે થોડું જમવાનું માગ્યું પરંતુ શેઠે તેને જણાવ્યું “નરાધમ ! તું તો મારા પુત્રનો ખૂની છે. હું તને ખાવાનું આપું ? ના. હરિંગઝ નહિ.’’ શેઠે રામસિંગને જમવાનું ન જ આપ્યું.
રામસિંગે મનમાં શેઠને બરાબર પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો. જ્યારે ધરમદાસને સંડાસ જવાની ઇચ્છા થઇ ત્યારે તેમણે કહ્યુંએ રામસિંગ ! ચાલ...મારી સાથે મારે સંડાસ જવું છે.’’
ત્યારે રામસિંગે સાફ ના પાડી દીધી. રામસિંગની મદદ વગર શેઠ ક્યાંય હરી ફરી શકે તેમ પણ ન હતા. રામસિંગે બીજા દિવસથી ભોજનમાં અડધો ભાગ આપવાની શરત મૂકી અને તો જ સાથે આવવાની કબૂલાત આપી. શેઠે ન છૂટકે
જ
૨૬૬