________________
જે શરીર દ્વારા (અર્થાત્ મુખ્યત્વે શરીર પ્રત્યેની આસક્તિ દ્વારા) સંસાર વધે છે એ જ શરીરને જો તપ વગેરે સાધનામાં સહાયક બનાવી દેવાય...તો તે જ શરીર ભવચક્રના નાશ માટે પરમ ઉપકારક થઇ જાય...તમારા હાથમાં રહેલી છરી'નો તમે શો ઉપયોગ કરો છો તેના ઉપર છરી સારી કે નકામી તેનો નિર્ણય થઇ શકે.
એક જ છરી દ્વારા કોઇનું ખૂન પણ કરી શકાય...અને તે જ છરી દ્વારા શાક સુધારીને સાધર્મિક કે સુપાત્રની ભક્તિ પણ કરી શકાય.
આથી જ...છરી સારી કે ખરાબ ? તેનો એકપક્ષીય જવાબ ન આપી શકાય. ખૂન કરવામાં કામ આવતી છરી ખરાબ...અને શાક સુધારીને સાધર્મિકભક્તિમાં ઉપયોગી બનતી છરી સારી...આમ, સાપેક્ષ જવાબ જ આપી શકાય...
- શરીરને સાચવવાનું છે...તેની સંભાળ જરુર લેવાની છે...પરંતુ તે શરીર દ્વારા સંસારના વિવિધ ભાગો સારા ભોગવી શકાય, ઇન્દ્રિયસુખોને દીર્ઘકાળ સુધી પામી શકાય તે માટે નહિ...પરંતુ શરીર જો સારું રહે...દીર્ઘકાળ સુધી રહે...તો તે શરીર દ્વારા સંયમ પળાય...મળેલા માનવજન્મને ધર્મની ઉત્તમ આરાધના દ્વારા સફળ કરી શકાય. જો આ દ્રષ્ટિએ શરીરની સંભાળ રાખવામાં આવે તો તેને જૈન શાસ્ત્રકારો અયોગ્ય નથી ગણતા.
સંસારી પણ ભોજન કરે છે...અને સંયમી સાધુ પણ ભોજન કરે છે...છતાં બેઉના ભોજન કરવાના ઉદ્દેશમાં મોટો ફરક છે...પ્રાયઃ સંસારી જીવોનો આશય, શરીરને ભોજન આપીને શરીર દ્વારા વૈષયિક-સુખો સારી રીતે પામી લેવાનો હોય છે. જ્યારે સંયમી આત્માઓ ભોજન આપીને શરીરને માત્ર ટકાવી લેવાના અને તે શરીર દ્વારા મુક્તિમાર્ગ તરફ વધુ વેગથી પ્રયાણ કરવાના શુભાશયવાળા હોય છે.
સંયમ આદિ ધર્મયોગને આરાધવા ભોજન દ્વારા શરીરને ટકાવી રાખવાની દૃષ્ટિ તે શુભ-દષ્ટિ છે. જ્યારે રસનાના પોષણ માટે, કે વિષયોના સુખોને પામવા માટે ભોજન કરવાની અને શરીરને ટકાવવાની દૃષ્ટિ તે અશુભ-દ્રષ્ટિ છે.
શરીરમાં રહેલુ ઘર્મસાધનમ્ | આ વાક્યમાં રહેલા શરીરનો સંબંધ ભોગરસિક માણસો “આઘ” પદ સાથે કરી નાંખે છે. અને દરેક વાતમાં “શરીર એ પહેલું શરીર એ પહેલું” એ રીતે જ વિચાર કરે છે. તાત્પર્ય એ કે શરીરને
૨૬૫