________________
ઘણા માણસો સંતવાણીનું શ્રવણ કરવા જતા હોય છે. પરંતુ તેઓ ઉપયોગપૂર્વક-લક્ષ દઇને સાંભળતા હોતા નથી. કાં તો સભામાં અન્ય લોકોના મોં જોયા કરે...કાં તો ઊંધે...કાં તો ધંધાકીય અથવા બીજા કોઇ સંસારીય વિચારો કરે. અગર કાં તો મૂઢની જેમ સાંભળે.
આવા ‘મૂઢ-શ્રોતા’ ન બનશો
ન
:
મને એક ભાઇ યાદ આવે છે. ખૂબ સારા વકતા હોય...પ્રવચન ખૂબ સુંદર ચાલતું હોય...ત્યારે તે ભાઇ પ્રવચન સાંભળે ખરા...પણ પ્રવચનમાં ચાલતા કોઇ પ્રસંગોનો એમના મોં ઉપર કોઇ પ્રતિભાવ ન જણાય. અત્યંત રોમાંચક પ્રસંગનું શ્રવણ કરતાંય તેમનું રુવાડું રોમાંચિત ન થાય. કે અત્યંત કરુણ પ્રસંગ સાંભળતા તેમના રોમમાં પણ ભીનાશ ન પ્રગટે. આવા શ્રોતાના મુખની સામે જોઇને જો પ્રવચનકાર બોલતા હોય તો તેમનો પણ ‘મૂડ આઉટ’ થઇ જાય. આવા શ્રોતાને કેવો કહેવો ? મૂઢ શ્રોતા.
મૂઢ શ્રોતા સાંભળે ખરો. પણ વકતા દ્વારા કહેવાતા પદાર્થોને તે ગ્રહણ ન કરી શકે.
ઘણા શ્રોતાઓને વ્યાખ્યાન સાંભળતાં ઊંઘવાની બહુ સારી ફાવટ હોય છે. જેવું વ્યાખ્યાનકારનું વ્યાખ્યાન શરુ થાય એટલે આ ભાઇ સાહેબનું ઊંઘવાનું શરુ થાય. આવા શ્રોતાઓ પણ તત્ત્વને બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકતા નથી.
આ અંગે ‘ટચુકડી કથા’ ભાગ-એકમાં એક બહુ મજાનું દૃષ્ટાંત આપ્યું છે. તે આપણે એ જ શબ્દોમાં જોઇએ.
શેઠ ! જીવો છો ?
વ્યાખ્યાનમાં જ લાંબી ઊંઘ ખેંચી નાંખવાના સંકલ્પને વરેલા શેઠને વારંવાર ઝોકાં ખાતા જોઇને વ્યાખ્યાનકાર મુનિને ન ગોઠયું. એમણે જરા જોરથી શેઠને કહ્યું શેઠ ! ઊંઘો છો ?''
ઝબકીને જાગી ગયેલા શેઠે ઇજ્જત બચાવવા માટે જવાબ આપ્યો, “ના...ના...કોણ કહે છે ?’’
પણ...થોડી વાર થઇ...ફરી એ જ ઝોકાં...મુનિરાજનો ફરીથી એ જ પ્રશ્ન... શેઠ ! ઊંઘો છો ? શેઠનો ફરીથી એ જ જવાબ : ના...ના...કોણ કહે
૨૨૯