________________
આત્મહિત થાય તે જ શુશ્રુષા ગુણ છે :
આત્માનું જેના દ્વારા હિત થાય, કલ્યાણ થાય, જીવાત્મા મુક્તિમાર્ગ તરફ આગેકૂચ કરે...આત્મામાં અનેક સદ્ગુણોનો વાસ થાય...જીવનમાંથી દુર્ગુણોનો વિલય થાય.. .પરોપકાર, પરહિતકરણ અને પરમપદ પ્રત્યે પ્રીતિ જેના દ્વારા ઉત્પન્ન થાય...આવું શ્રવણ કરવાની ઇચ્છા તે જ અહીં ‘શુશ્રૂષા' સમજવી. અને આવી શુશ્રુષા જીવનને ઊર્ધ્વગામી બનાવવા માટે અનોખું અને અનિવાર્ય સાધન છે.
આવી શુશ્રુષાતત્ત્વશ્રવણની અભિરુચી એક વાર અંતરમાં જાગે તો તેનાથી બુદ્ધિનો સંસ્કાર થાય છે. બુદ્ધિ તેનાથી સંસ્કૃત-પરિષ્કારવાળી બને છે.
જ
એકવાર સાચા અંતરથી તત્ત્વશ્રવણની રુચિ જગાડો...પછી તમને તેવા ઉત્તમ ગુરુનો / ઉત્તમ સંતનો ભેટો અવશ્ય થઇને જ રહેશે...જેમની વાણી તમારા જીવનમાં અમૃતની સરવાણી બનીને ફરી વળશે. તમારા જીવનને નન્દનવન સમાન સદ્ગુણોનો બગીચો બનાવશે. તમારી શક્તિઓને ઊર્ધ્વમુખી અને કલ્યાણમુખી બનાવશે.
(૨) શ્રવણ : ‘શુશ્રુષા’ નો અર્થ છે શ્રવણની ઇચ્છા. પણ એકલી શુશ્રુષા કરવા માત્રથી કાંઇ કલ્યાણ ન થાય. જીવન ઊર્ધ્વમુખી ન બને.
શ્રવણની ઇચ્છા રુપ શુશ્રુષા જાગ્યા પછી ઉત્તમ, આત્મહિતકારી અને જીવનનું સાર્થક્ય કરનારી સંતવાણીનું ‘શ્રવણ કરવું' જોઇએ.
સારી સંતવાણી સાંભળવી જોઇએ' આવું માનનાર અને બીજાને કહેનાર આ સંસારમાં ઘણા હોય છે. કદાચ ખરેખર તેવા આત્માઓની સાંભળવાની ઇચ્છા' (શુશ્રૂષા) સાચી પણ હોય છે. પરંતુ ઘણીવાર આવા જીવો, આળસના કારણે અથવા અભિમાનાદિના કારણે તત્ત્વશ્રવણનો યોગ જ્યાં થતો હોય ત્યાં શ્રવણ કરવા જતા નથી. પરિણામે અનેક સદ્ગુણોના ઉદ્ગમ-સ્થાન સમાન સંતવચનના શ્રવણથી તેઓ વંચિત રહી જાય છે.
માટે જ શુશ્રુષા પછી બીજા નંબરે ‘શ્રવણ કરવું તેને બુદ્ધિનો બીજો ગુણ ગણાવ્યો.’
(૩) ગ્રહણ : સાંભળવાની ઇચ્છા થઇ. સાંભળ્યું પણ ખરું. પણ પછી શું ? સાંભળીને તેને મનમાં ગ્રહણ કર્યું ખરું ? બહુ મહત્ત્વની વાત છે-આ.
૨૨૮