________________
ખરાબ નિમિત્તોથી દૂર રહોઃ બીજાને પણ ખરાબ નિમિત્ત ન આપો :
શાસ્ત્રો કહે છે : આપણો આત્મા પ્રાયઃ નિમિત્તવાસી છે. એને જેવા પ્રકારનાં નિમિત્તો મળે તેવો તે થાય. જો સારાં નિમિત્તો અને સારી પ્રેરણાઓ મળતી રહે તો તે પ્રાય: સારો થાય. અને જો ખરાબ નિમિત્તો અને ખરાબ વાતાવરણ તેને મળે તો તે પ્રાય: ખરાબ થાય. આ સાથે એ પણ ચોક્કસ છે કે એને જો ખરાબ નિમિત્તોથી દૂર રાખવામાં આવે તો પ્રાય: તે અનેક પ્રકારના સંભવિત દૂષણોથી મુક્ત બની જાય.
હવે એક મહત્ત્વની વાત. આપણે જેમ ખરાબ નિમિત્તોથી બચવું તે મહાન ધર્મ છે. તેમ બીજાઓને તેવા ખરાબ નિમિત્તોથી બચાવવા, તેને અશુભ નિમિત્તો ન આપવાં, તે પણ બહુ મોટો ધર્મ છે. આનાથી ઊલટું બીજાઓને અશુભ નિમિત્તો આપવાં, તે વિના કારણે બીજાને પાપી બનાવવાનો ધંધો છે અને આ ધંધો બહુ ખતરનાક છે. જ્ઞાનીઓ ત્યાં સુધી કહે છે કે જાતે પાપી બનવું એ જેટલું પાપ છે...કદાચ એથી વધુ ભયંકર પાપ, બીજાઓના પાપમાં નિમિત્ત બનવું તે છે. સામાને પાપનું નિમિત્ત આપનાર વધુ ગુનેગાર છે. પાપ ખતરનાક છે પણ પાપનું પ્રસારણ પણ ખત્તરનાક છે. પશ્ચિમના દેશની બળાત્કારની ઘટના :
લગભગ આઠેક વર્ષ પહેલાના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' માં એક પ્રસંગ આવ્યો હતો.
પશ્ચિમના એક દેશમાં બળાત્કારના ગુના બદલ એક યુવક ઉપર કોર્ટમાં કેસ ચાલતો હતો. લગભગ એક મહિના સુધી સામ-સામી દલીલો અને પ્રતિદલીલો ચાલી. છેવટે પેલા યુવકનું અંતર તેને જ કરડવા લાગ્યું. પોતે કરેલા પાપ બદલ તેનું હૈયું તેને અંદરથી કોરી ખાવા લાગ્યું. તેણે નિર્ણય કર્યો કે ગુનો કર્યો જ છે તો તે કબૂલી લેવો. અને પરિણામ જે આવે તો ભોગવી લેવું.
તેણે કોર્ટમાં પોતાના ગુનાની કબૂલાત કરતાં કહ્યું કે, “સાહેબ ! તે દિવસની વાત છે. કોલેજમાંથી હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો. મારા મનમાં ત્યારે કોઈ જ ખરાબ વિચારો રમતા ન હતા કે જેના કારણે હું આવું અકાર્ય કરી બેસું. પરંતુ એકાએક એ જ રસ્તા પરથી પસાર થતી આ યુવતી ઉપર મારી નજર
૨૧૨