________________
તમે અતિ તંગ ચુસ્ત અને અતિ આધુનિક કપડાં પહેરો છો તો તમારું મન કદાચ વિકારી હોવાનો અને તમે આધુનિક વિચારધારાના પુરસ્કર્તા હોવાનો અહેસાસ સામા માણસના મનમાં સહજપણે ઊઠે છે. તમે ઝભ્ભો અને ધોતિયું પહેરતાં હો તો અથવા માથે પાઘડી...અને ખભે ખેસ તથા કોટ-ઝભ્ભો અને ધોતિયું પહેરતાં હો તો તમારી પ્રાચીન વિચારધારાની હિમાયતી મનોવૃત્તિનાં દર્શન થાય છે. તમને આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ગમતી હોવાનું સ્પષ્ટ અનુમાન થાય છે.
આજ વાત સ્ત્રીઓના પહેરવેશ સંબંધમાં પણ વિચારી શકાય. મીની સ્કર્ટ, મેક્ષી, સલવાર-દુપટ્ટા, અર્ધખુલ્લાં ફ્રોક, અને પંજાબી ડ્રેસ વગેરે સ્ત્રીઓની આધુનિકતાનાં પ્રતીક ગણાય...તો સાડી...વગેરે વસ્ત્રો આપણી પ્રાચીનતાનાં પ્રતીક તરીકે મૂલવાય. જો કે આમ અતિ નિશ્ચિત નિયમન બાંધી ન શકાય. પણ બહુધા જે જોવા મળે છે તે આ મુજબ છે એમ જરુર કહી શકાય. ગમે તેવાં વસ્ત્ર પહેરવામાં શો વાંધો ?
ગમે તેવાં વસ્ત્ર પહેરવામાં આવે. તેથી શો ફરક પડે છે ? આખરે તો કપડાં જ પહેરવાનાં છે ને ? અને કપડાં પહેરવાથી કાંઇ મન થોડું બદલાઇ જાય છે ? વળી, બાહ્ય કપડાંની સાથે આંતરિક એવા મનને શી લેવાદેવા ?”
આ પ્રકારના વિચારો આજના ઘણા યુવક-મનમાં દોહરાતા પ્રશ્નો છે, પણ તે બધાયના તર્કસંગત જવાબો છે. તેને આપણે સમજવા જોઇએ.
એક વાત ચોક્કસ છે. તમે માનો કે ન માનો. પૂર્વજન્મો હતાં અને પુનર્જન્મો આપણાં થવાનાં. અને તે બધામાં રહેનારો આપણો આત્મા એક સનાતન અખંડરુપ છે આ નક્કી વાત છે.
આથી અનાદિ કાળ પહેલાં પણ આપણો આત્મા હતો અને હજી અનંતકાળ બાદ પણ રહેવાનો. આવા આપણા ઉપર અનેક પ્રકારના સંસ્કારો જામેલા જ છે. અને તેમાંય શુભ સંસ્કારો કરતાં અશુભ સંસ્કારોની જમાવટ આત્મામાં અત્યન્ત જોરદાર છે.
આત્મામાં પડેલ આ અશુભ સંસ્કારોને જો અશુભ નિમિત્તોની ચિનગારી મળી જાય તો શું થાય ? એ અશુભ સંસ્કારો વિકરાળ આગ બનીને આખા જીવનને ભરખી જાય.
[૨૧]
૨૧૧