SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યસનો, વ્યવહારો અને વાસનાની ગુલામી: વ્યસનો, વ્યવહારો અને વાસનાઓ આ ત્રણના કારણે વર્તમાન સમાજનો ઘણો પૈસો ઉન્માર્ગે જઈ રહ્યો છે. ગરીબો વ્યસનો પાછળ ધનનો દુર્વ્યય કરે છે. મધ્યમ વર્ગ ખોટા વ્યવહારો પાછળ ગજા ઉપરાંત ખર્ચ કરે છે અને શ્રીમંત માણસો વાસનાઓના પોષણ પાછળ પોતાની સંપત્તિને વેડફે છે. જેઓ સમજણપૂર્વક પોતાની આવકનો યોગ્ય ઉપયોગ કરે છે, તેઓ સમાજને મંગલ પ્રેરણા આપનારા બની રહે છે. એક સજ્જનની વાત યાદ આવે છે. એક સજ્જનની ઉચ્ચ વિચારધારા : એ સજ્જનની પ્રામાણિક વ્યાપારી તરીકેની બજારમાં શાખ હતી. તેઓ એક નંબરના જ ચોપડા રાખતા. પોતાની તમામ કમાણી નીતિના રસ્તે જ મેળવતા. નોંધપાત્ર રીતે સુખી હતા. બહારગામ જાય તો ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરી શકે તેવી શક્તિવાળા હતા, છતાં તેઓ સેકન્ડ કલાસમાં જ પ્રવાસ કરતા. ઘણા લોકો તેમને “કંજૂસકાકા' કહેતા. પરંતુ વાસ્તવમાં તેઓ કરકસરિયા હતા. કરકસર અને કંજૂસાંઇમાં ફરક છે. કરકસર એ ગુણ છે, કંજૂસાઇ એ દુર્ગુણ છે. ઉદારતા એ સગુણ છે, ઉડાઉપણું એ દુર્ગુણ છે. પોતાના જીવનના વ્યવહારમાં કરકસર એ કર્તવ્ય છે. પરંતુ બીજાની સાથેના વ્યવહારમાં ઉદારતા એ કર્તવ્ય છે. કોઇક સ્નેહીજને એ સજ્જનને પૂછ્યું “કાકા ! આપ આટલા સુખી છો. છતાં જીવન-વ્યવહારમાં આટલી બધી કરકસર શા માટે કરો છો.” જવાબ આપતાં તેમણે કહેલું કે, “આ આપણું જીવન ઘણા બધાના ઉપકારોના કારણે જીવાઈ રહ્યું છે. આપણે જે અનાજ ખાઇએ છીએ તે આપણે બનાવ્યું નથી. બીજથી ભોજન બનતાં સુધીમાં તો અનેક માણસોએ પોતાના હાથનો પરિશ્રમ તેમાં રેડ્યો છે. કપડાં, ઘર, વગેરે આપણી અનેક જીવન-જરૂરિયાતની ૧૯૯
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy