________________
પેલા ભાઇએ કહ્યું “ભાઈ ! તમારી ભાભીને લઇને જો ખરીદી કરવા આવું તો મારે ખરીદેલી ચીજોને ઘરે લઇ જવા માટે મોટો ખટારો પણ સાથે લઇને આવવું પડે.”
ઘણા શ્રીમંતો પહેરવાનાં બૂટ અને ચંપલની દસ-પંદર જોડીઓ રાખે છે. ઓફિસમાં પહેરવાના બૂટ જુદા, પાર્ટીમાં પહેરવાના જુદા, ધાર્મિક-પ્રસંગે પહેરવાના જુદા. એક માણસને પહેરવા કેટલાં બૂટ-ચંપલ જોઇએ. આ બધો અનુચિત ખર્ચ જ છે ને ? નકામી કુટેવો છોડો ઃ એક પ્રસંગ :
એક ભાઈ ઘણીવાર મારી પાસે આવીને ફરિયાદ કરતા: “સાહેબ ! સખત મોંઘવારી છે. આ સંસારમાં તો ત્રણ સાંધીએ ત્યાં તેર તૂટે એવી અમારી હાલત છે.”
રોજ ઉપાશ્રયમાં આવે અને રોજ એમનાં રોદણાં રડે. તે ભાઇને સિગારેટ પીવાનું ભારે વ્યસન, મને આ વાતની જાણ થઈ.
મેં એક દિવસ કહ્યું “ભાઈ ! તમે રોજ કેટલી સિગારેટ પીઓ છો ?” તેઓ કહે: “સાહેબ ! વીસ-પચીસ તો થઈ જ જાય.” મેં પૂછયું “તેનો કેટલો ખર્ચ આવે ?” જવાબ મળ્યો: “લગભગ ત્રણેક રુપિયા તો ખરા જ.”
એટલે મહિને લગભગ 100 રૂપિયાની તો તમે સિગારેટ જ પીઓ છો ?' “છેલ્લા કેટલાં વર્ષથી આ આદત છે ?”
જવાબ મળ્યો: “છેલ્લા દસ વર્ષથી.” - હિસાબ માંડીએ તો દસ વર્ષમાં તે માણસે બાર હજાર રૂપિયાની સિગારેટ ફૂંકી મારી. સિગારેટ ફૂંકનારા યાદ રાખે કે તમે સિગારેટ નથી ફૂંકતા. પણ સિગારેટ તમને ફૂંકી રહી છે. તમારા જીવનની બરબાદી કરી રહી છે.
જો તમારી આવક ટૂંકી હોય તો તે દૃષ્ટિએ પણ નકામી કુટેવો અને આદતો છોડવી જોઇએ. એકદમ ન છૂટે તે વાત ચોક્કસ સાચી છે. પરંતુ તેને છોડવા બાબત ઉદ્યમશીલ તો રહેવું જ જોઇએ.
-
1
૧૮
*
*
*