SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયાણા અને અંતે નરકાદિ દુર્ગતિઓના બારણે ટકોરા ! અનેક પ્રકારના ઘોર અનર્થોને નોતરનારાં અને જીવનમાં અપયશ-અપકીર્તિને અર્પનારાં...સંતોનોનાં જીવનમાંય ઊલટા આદર્શોને જાણે-અજાણે ઊભા કરનારાં...નિન્દ-પાપોને જીવનમાંથી દેશવટો આપજો. એનાથી ઉત્પન્ન થનારાં અતિ કટુ પરિણામોનો વિચાર કરવામાં આવે તો પ્રાયઃ તે પાપોને છોડવાનું કામ ભારે કઠણ તો નહિ જ લાગે ! કોઇ પણ વસ્તુનાં મૂળ-ઊંડાં પરિણામોનો દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરાય તો તેની સાર-અસારતા આપણને જરૂર સમજાય અને એકવાર વસ્તુની સાર-અસારતાનું ભાન થયું પછી અસારનો ત્યાગ કરવાનું અને સારનો સ્વીકાર કરવાનું કામ પ્રાયઃ સહેલું જ બની જતું હોય છે. સાત વ્યસનો : જેને આર્યદેશના તમામ ધર્મોએ, તમામ શાસ્ત્રોએ એકમતે વ્યસનરૂપ ગણાવેલાં છે, અને જેનાથી જીવનનો ભયંકર વિનિપાત સર્જાય છે. જેનાથી જીવનની શાંતિ, મૃત્યુ સમયની સમાધિ, પરલોકમાં સદગતિ અને પરંપરાએ મળનારી મુક્તિ આ તમામનો અસંભવ થાય છે તેવાં સાત મહાવ્યસનો આ પ્રમાણે છે. - (૧) દારુ (૨) માંસ (૩) શિકાર (૪) જુગાર (૫) પરસ્ત્રીગમન (૬) વેશ્યાગમન અને (૭) ચોરી (૧) દારુ : માનવજીવનની સઘળી ખાનાખરાબીનો સર્જનહાર દારુ છે. એકવાર જે દારૂની લતે ચડ્યો તે પડ્યો જ સમજો. તેનો વિનિપાત ક્યાં જઇને અટકે તેનો કોઇ ભરોસો નહિ. દારુ પીવાથી જીવનમાં બાકીનાં તમામ વ્યસનો પ્રવેશી જવાની પૂરી શક્યતા છે. કેમ કે દારુ પીવાથી વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને અવિવેકી માણસ ક્યાં પાપ ન કરે એ જ પ્રશ્ન. દારૂડિયાને ભૂખ ઘણી લાગે તેથી તે માંસાહાર વગેરે પણ કરે. દારુથી વિકારો વધે એથી તે સ્વસ્ત્રીથી સંતુષ્ટ ન હોય. આથી પરસ્ત્રી અને વેશ્યા સંબંધી અસદાચાર તેનામાં ચોક્કસ પ્રવેશે. છે
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy