SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પિતૃભક્તિ દ્વારા ભારતના સંતાનો માટેનો અમર આદર્શ બતાવીને રામ આ ભારતના એક મહાન પુરુષ તરીકે પંકાઇ ગયા. માતા-પિતાના અપ્રતિકાર્ય ઉપકારો : માતા અને પિતાના ઉપકારો શાસ્ત્રોએ ‘અપ્રતિકાર્ય' જણાવ્યા છે. અપ્રતિકાર્યનો અર્થ એ છે કે જે ઉપકારોનો બદલો વાળી જ ન શકાય. વાત પણ સાચી છે. કેમકે બાળકની બાલ્યાવસ્થા અને અજ્ઞાન અવસ્થામાં માતા-પિતાએ જે ઉપકારો કર્યા છે એના કરતાં અનેક ગણી સેવા માતા-પિતાની મોટો થયેલો પુત્ર બજાવે તો પણ તેનો બદલો વળતો નથી. કારણ કે પુત્રના બાળપણ, અજ્ઞાનતા અને અશક્તિ વગેરે જેવી અવસ્થા તો માતા-પિતાની ક્યારેય આવતી નથી. તેથી પુત્રને તેવા પ્રકારની (જેવી તે પુત્રની માતા-પિતાએ કરી છે તેવી) સેવા કરવાનો મોકો જ મળતો નથી. , વળી, માતા-પિતાએ પુત્રમાં જે ધાર્મિક અને વ્યાવહારિક સુસંસ્કારોનું આદાન કર્યું છે, તેને ન્યાય-નીતિ-સદાચાર વિનય-સેવા-કરુણા વગેરેનું ઊંચું શિક્ષણ આપ્યું છે તે ઉપકારોનું પણ વળતર, પોતાના શરીરની ચામડીનાં મોજાં બનાવીને માતા-પિતાને પહેરાવે તો પણ ન વાળી શકાય. આથી જ તો કહ્યું છે કે, ‘એક માતા જે સંસ્કાર અને સાચું શિક્ષણ આપી શકે છે તે હજાર શિક્ષકો પણ આપી શકતા નથી.’’ માતા-પિતાના ‘અનુકંપા-પ્રેરિત' મૃત્યુની નીચ વાત : માતા અને પિતાના આવા અસીમ ઉપકારોની વાતની સામે જ્યારે ઘડપણથી અને માંદગીથી પીડાતાં માતા-પિતાને મારી નાંખીને તેમને ઝટ દર્દમાંથી મુક્તિ અપાવવાની અને આવા મૃત્યુને વળી “અનુકંપા-પ્રેરિત મૃત્યુ'' નું રુપાળું નામ આપવાની જે વાતો આજે ચાલે છે તેનો વિચાર કરતાં કાળજામાં કાળોતરા નાગના ડંખની વેદના જાગે છે. મૃત્યુ અને તે પણ વળી અનુકંપા (દયા)થી પ્રેરાયેલું !! કેવી વિસંવાદી. વાતો !! કેવી બાલિશ મૂર્ખતા ! ભારતની સંસ્કૃતિમાં ગમે તે સ્થિતિમાં ‘મારી નાંખવું' તે જ ક્રૂરતા ગણાય છે કારણ કે કોઇ પણ જીવ, ગમે તેવી બીમાર હાલતમાં પણ મરવાની ઇચ્છા કરતો નથી. જેને મરવું ગમતું જ નથી તેને મારી ૧૬૫
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy