________________
નિમિત્તવાસી છતાં બ્રહ્મચારી રામકૃષ્ણઃ
નિમિત્તને પામવા છતાં તેનાથી અલિપ્ત રહી જનારા આ જગતમાં અત્યન્ત વિરલા જ હોય છે.
સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી
હતા.
- તેમણે શારદામણિ નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ જે દિવસે તેમણે લગ્ન કર્યા તે જ દિવસે સંધ્યાના સમયે તેમણે શારદામણિનું મા તરીકે પૂજન કરી લીધું હતું. ત્યારથી તેઓ “મા શારદામણિદેવી તરીકે જ પોતાની પત્નીને સંબોધતા. .
શારદામણિના મનમાં પણ નિર્મળ પ્રેમ હતો. રામકૃષ્ણ દ્વારા પોતાને કામસુખ મળે તેવી લેશ પણ અપેક્ષા રાખ્યા વગર તેમણે રામકૃષ્ણની સેવા જ કરવાનું વ્રત લીધું હતું અને આથી જ આ બંને આદર્શ પતિ અને પત્ની લગ્નના દિવસથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ સહજભાવે કરતાં હતાં.
એક દિવસ શિવનાથ નામના માણસે પોતાના મિત્રો સમક્ષ રામકૃષ્ણની ભારે ટીકા કરી કે, “આ રીતે કોઈ સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખવાનું રામકૃષ્ણને જરા પણ શોભતું નથી.”
ત્યારે રામકૃષ્ણ શિવનાથને બોલાવીને કહ્યું “શિવનાથ ! તું મારી ટીકા કરે છે પણ તને પૂરી સમજણ નથી. અમોને બંને જણને હવે બ્રહ્મચર્ય એટલું જ સહજ બની ગયું છે કે અબ્રહ્મના પંથે જવાનું અમારા માટે સાવ મુશ્કેલ છે. તેના માટે આવશ્યક એવી કામવાસના અમારા બંનેની સાવ જ વિલય પામી ગઇ છે.”
સહજ બ્રહ્મચારી દંપતીનાં ચરણે શિવનાથનું મસ્તક ભાવથી ઝૂકી ગયું.
સ્ત્રી રુપે પ્રબળ નિમિત્તની પાસે રહેવા છતાં સહજ બ્રહ્મચર્ય તો રામકૃષ્ણ જેવા વિરલા જ પાળી શકે. બાકી સામાન્ય રીતે જીવો અશુભ નિમિત્ત મળતાં જ, પતન પામી જતા હોય છે. • આથી જ શીલાદિના સંરક્ષણ માટે વિરોધી એવા ઘણા દરવાજા' રૂપી કુનિમિત્તથી ઘરને દૂર રાખવું જોઇએ.
TS TS
૧૧૮