________________
રહેલાં છે. આવા આત્માઓ ક્યારે, કઈ પળે ભયંકર પાપોની ઊંડી ખાઇમાં ધકેલાઈ જાય તેનો કોઈ ભરોસો નહિ.
છતાં આ આત્માઓ અર્થ અને કામને ઉપાદેય માને છે તેમ મોક્ષ અને ધર્મને પણ ઉપાદેય (મેળવવા યોગ્ય) માને છે. મોક્ષ અને ધર્મ પ્રત્યે તેમની અભિરુચિ હોય છે. આથી જ તેઓને આ અપેક્ષાએ “સારા” જરુર કહી શકાય અને આ દૃષ્ટિએ જ આત્માઓને માર્ગ (મોક્ષ) ને અનુસરનારા અર્થાત્ “માર્ગાનુસારી કહેવાય છે. ' “અર્થ અને કામને તો મેળવવા જ જોઇએ.” આ એમની વિચારધારાનો પ્રથમ ભાગ અનુચિત છે. અધર્મરૂપ છે. છતાં “એ અર્થ અને કામ ધર્મને બાધા પહોંચાડનારા ન હોવા જોઇએ.” આ એમની વિચારધારાનો બીજો ભાગ ઉચિત હોવાથી, ધર્મરુપ હોવાથી જ તેમને “માર્ગને અનુસરનારા” ગણવામાં આવે છે.
માર્ગાનુસારી આત્માઓ ધીરે ધીરે આગળ વધતાં, વિશેષ પ્રકારે સદગુરુ ભગવંતોનો યોગ વિગેરે મળી જતાં સમ્યગ્દર્શન પણ પામી જાય છે. અને એથીયે આગળ વધતાં દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મોને પણ સ્પર્શી જાય છે. (૫) મિથ્યાદષ્ટિ આત્માઓ :
પાંચમા નંબરના આત્માઓ આધ્યાત્મિક દૃષ્ટિએ એકદમ હીન કક્ષાના છે. હા...ભૌતિક દૃષ્ટિએ તેઓ ખૂબ આગળ વધેલા પણ હોઇ શકે છે. • કદાચ અબજોપતિ કે કરોડપતિ પણ હોઇ શકે. • કદાચ અતિ રુપવંતી રમણીના તે સ્વામી પણ હોઇ શકે. • કદાચ તે કોઈ રાજ્યની વિશિષ્ટ સત્તાના માલિક પણ હોઇ શકે.
કદાચ રુપસમ્પન્ન અને બુદ્ધિમાન સંતાનોના તે પિતા પણ હોઇ શકે. કદાચ સમાજમાં કે દેશમાં તે ખૂબ મોભાનું સ્થાન ધરાવનાર આગેવાન પણ
હોઇ શકે. • કદાચ વિશિષ્ટ પ્રકારની વક્નત્વશક્તિનો તે માલિક હોય અને હજારો માણસોની મેદની જમા કરવામાં તે કુશળ પણ હોઇ શકે.
ભોતિક સમૃદ્ધિની ટોચે પહોંચેલા તેવા આત્માઓનાં અનેકવિધરૂપ હોઇ