________________
પુત્રી પ્રસવે છે.
આત્મગુણદર્શન કરવાની આદત પરના દોષોનું દર્શન થવા લાગ્યું અને આવી દોષદૃષ્ટિના પાપે નિન્દા પ્રગટ થવા લાગી. કોણ ભયંકર દૃષ્ટિદોષ કે દોષદષ્ટિ ?
માનવ-જીવનને અત્યંત દૂષિત કરતા બે મોટા દોષો છેઃ દૃષ્ટિદોષ અને દોષદષ્ટિ.
દૃષ્ટિદોષ એટલે દૃષ્ટિમાં (નજરમાં) દોષ અર્થાત્ વિકારભાવ. જેની નજર સ્ત્રીઓ પ્રત્યે (એ જ રીતે સ્ત્રીઓ માટે પુરુષો પ્રત્યે) સારી ન હોય તેને આપણે દૃષ્ટિદોષવાળો કહી શકીએ.
પ્રાયઃ જુવાન સ્ત્રી-પુરુષોમાં આ દોષ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. છતાં ઘણા વૃદ્ધ પુરુષોમાંય દૃષ્ટિદોષ હોવાનો ઘણીવાર અનુભવ થાય છે.
બીજો દોષ છે દોષદષ્ટિ. બીજાના દોષો જ જોવાની જેની નજર છે તેનું નામ દોષદષ્ટિ.
આ દોષદષ્ટિના કારણે જ બીજી વ્યક્તિઓની નિન્દા કરવાની કુટેવ ઉત્પન્ન થાય છે. અપેક્ષાએ દષ્ટિદોષ કરતાંય દોષદૃષ્ટિનું પાપ વધુ ભયંકર છે. કેમકે દષ્ટિદોષમાં તો પોતાનું જ મન વિકારી થાય છે, જ્યારે દોષદૃષ્ટિવાળો તો નિન્દા દ્વારા બીજા પણ અનેકોના મનને દૂષિત કરવાનું કામ કરતો હોય છે. ઇર્ષાઃ ખતરનાક દોષ :
અહંકારથી ઉત્પન્ન થયેલી ઇર્ષ્યા કેવી ખતરનાક હોય છે. ઊંચી કોટિના આચાર્યપદે પહોંચેલા મહાત્મા પણ ઈર્ષ્યા અને નિન્દાના કારણે દુર્ગતિઓમાં પહોંચી ગયાના દાખલાઓ શાસ્ત્રમાં આવે છે.
‘ટચૂકડી કથામાં આ કથાને ખૂબ જ સુંદર શૈલીમાં આલેખી છે. એ કથાને એ જ શબ્દોમાં જોઇએ
એ હતા: સમર્થ જૈનાચાર્ય. એમનું નામ હતું નયશીલસૂરિજી. ખૂબ જ્ઞાની હતા, પરંતુ કદાચ એ જ્ઞાનનું જ એમને અજીર્ણ થયું હશે
૧૦ર