SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તે રાજા પાસે આવી અને તિરસ્કારભરી નજરે જોવા લાગી. તે જ ક્ષણે તે સુશીલ સ્ત્રીના શરીરમાં ભયંકર દાહ પેદા થઇ ગયો. તે વખતે રાજાની રાણીઓએ કહ્યું “અમારા પવિત્ર રાજા ઉપર શંકાભરી નજરે જોવાનું જ આ પરિણામ છે.’’ ત્યારે પેલી સુશીલ નારીને રાજાએ કહ્યુંઍ ‘મારા સ્નાનનું પાણી તમે તમારા દેહ ઉપર છાંટી દો. તેનાથી તમારો દાહ શાંત થઇ જશે.’’ પેલી સુશીલ બાઇએ તેમ કર્યું...તેનાથી તેના શરીરનો દાહ ખરેખર શાંત થઇ ગયો. ત્યાર બાદ તે રાજાએ કહ્યું ‘હવે તમને મારી નિર્વિકારિતા અંગે પૂરો વિશ્વાસ થયો ને ?’' ત્યારે પેલી સુશીલ બાઇએ કહ્યું ‘રાજન્ ! તમારામાં નિર્વિકારિતા જરુર છે, પરંતુ તેટલા માત્રથી તમને રાણીઓ સાથે બાહ્ય વ્યવહાર પણ અનુચિત રાખવાનો કોઇ અધિકાર નથી કારણ કે સામાન્ય જીવો તો માત્ર બાહ્ય વ્યવહારને જ જોતા હોય છે. એને તમારા અંતરમાં શું છે તેની થોડી ખબર પડે છે ? આથી તમારે અંતરની નિર્વિકારિતાની સાથે સાથે બાહ્ય વ્યવહાર પણ શુદ્ધ જ રાખવો જોઇએ.'' તે સુશીલ બાઇની વાત રાજાના ગળે ઊતરી અને તેણે પોતાના અનુચિત બાહ્યાચારનો ત્યાગ કર્યો. મનની શુદ્ધિ માત્ર પોતાનું જ હિત કરનારી છે જ્યારે બાહ્ય વ્યવહારની શુદ્ધિ પોતાનું અને બીજાઓનું પણ હિત કરનારી છે. આર્યદેશના અનેક આચારો પોતાના હિતની સાથોસાથ બીજાઓના હિતને કલ્યાણને પણ મુખ્યપણે નજરમાં રાખનારા હોય છે. સદગૃહસ્થે જીવનમાં સારાપણું કેળવવું હોય તો સ્વ-પર ઉભયનું હિત કરનારા આવા દેશાચારોનું અવશ્ય પાલન કરવું જોઇએ. પાયાના આવા દેશાચારોનું પાલન કરતાં કરતાં જીવમાં ધીરે ધીરે એવો આત્મિક વિકાસ થતો જાય છે કે જેના દ્વારા તે ઉત્તમ ધર્માચારોનું પણ પાલન ક૨તો ક૨તો મુક્તિમાર્ગના પ્રયાણમાં આગળ વધતો જાય છે. ૯૬
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy