SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ જશે આગાહી કરે તો આજથી ધર્મ કરવા તૈયાર થઇ જાઓને ? ફેક્ટરીમાં મેનેજર સારો રાખ્યો, સારી સગવડ તેને આપી ધંધો વધારવા માટે કે જલસો કરવા? ધંધો ન વધારે ને જલસા કરે તો એને રજા આપોને? કર્મસત્તા તરફથી આપણને મળતી સગવડો ધર્મ વધારવા માટે છે. પાપ વધારવા માટે નહીં. વડાલામાં હતો. પતિ-પત્ની મળવા આવ્યા સાથે ૭ વર્ષની બેબી હતી. બન્ને જણ કહે સાહેબ! બેબીને વાસક્ષેપ આપો. બન્ને પતિ-પત્ની રડવા લાગ્યા. તમે કેમ રડો છો? સાહેબ! બ્રેઇન ટ્યુમર છે. જાંબલી ગલી ચાતુર્માસમાં બપોરના ૩૫૫ વાગ્યે ત્રણ વર્ષના બાબલાને લઇ પરિવારજનો વાસક્ષેપ નંખાવવા લાગ્યા. સાહેબ! કાલે એનું ઓપરેશન છે. આનું ઓપરેશન? સાહેબ! જન્મથી કોઇક ભવના કર્મ લઇ આવ્યો છે. અત્યાર સુધી ૧૭ ઓપરેશન થઇ ગયા છે. ક્રીકેટ રમતા છોકરો પડી ગયો. મા-બાપ ચોધાર આંસુએ રડે. દીકરાની બન્ને કીડનીઓ ફેઇલ થઇ ગઇ. સગવડતામાં પેઢી જમાવશો, ઘર જમાવશો તો પછડાઇ પડશો. આપણા જીવનમાં ઘણા સુખો નથી આવ્યા તેમ ઘણા દુ:ખો નથી આવ્યા એમ સમજી એ આનંદ આનંદ રહે. હરિભદ્રસૂરિ મહારાજે ધર્મની બાલ્યાવસ્થા મા-દીકરાના પ્રેમ સાથે સરખાવી છે. દેવ-ગુરુને અનંત ઉપકાર આપણે સમજી ન શકીએ તે આપણી ધર્મની બાલ્યાવસ્થા. દેવ-ગુરુનો અનંત ઉપકાર આપણે સમજી શકીએ તે ધર્મની યુવાવસ્થા. પરમાત્માની કરુણા વધઘટ થઇ નથી. સમજવામાં આપણી ભૂલ થઇ છે. શરીર પરથી બાલપણ ગયું પણ મન પરથી બાલિશતા ઓછી નથી થઇ. એક વાત ખ્યાલ કરજો. બાળકની નિર્દોષતા એ અજ્ઞાનતાના ઘરની છે જ્યારે સંતની નિર્દોષતા પરિપક્વતાંના ઘરની છે. સરસ આંખો મળી છે, ભગવાનના ભરપૂર દર્શન કરી લો, આવતા ભવમાં સદ્ગતિ થશે. રેડિયોમાં કયું સ્ટેશન ક્યારે આવે ? જ્યાં ગોઠવો ત્યાં આવે. એક વાત ધ્યાનમાં રાખજો દુ:ખને જે સંમતિ આપે અને સુખમાં જે સન્મતિ રાખે તે રાજા છે એની સદ્ગતિ નિશ્ચિત છે. લોખંડના થાંભલા જેવો પુણ્યોદય ન માનતા. કેળના તાર જેવો પાતળો રાખો ગમે ત્યારે તૂટી જાય. ઘર ઘરની રમત રમો છો. કર્મસત્તા સામે હાડકા ભાંગી જશે. એક પગે ચાલી તો જુઓ, ખાલી ABILITATUTE AB1451Yiaiiavi T |4|| ૬૦ 0A4146 1 1 1 1. • -11. [[#iY) કોટડામાંY Uma Uja
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy