SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ એક આંખે જોવાનો પ્રયત્ન કરો જે મળ્યું છે તે કેટલું કિંમતી છે. જંગલમાં વાઘ સામે લડવા ભલે ન જાઓ પણ લડવાની હિંમત જ ન હોય તો કેમ ચાલે? સુખ આવે, ભલે દુઃખ આવે એને જીરવવાની તાકાત તો જોઇએ. માચીસની પેટીની કઇ દિવાસળીનો ક્યારે નંબર લાગશે કહી શકશો ખરા? તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે પ્રભુના શાસનમાં રહેવું હોય તો સામે ચડીને દુઃખ વેઠતા જાઓ. દુ:ખને ભોગવે તે સંસારી. બપોરના સમયે ખુલ્લા પગે તમો ચાલો? અચાનક ચપ્પલ તૂટી જાય તો શું કરો ? પગમાં ગરમી લાગે કે માથામાં ગરમી આવે? સાધુજીવનના દુઃખો, કષ્ટો જોઇ કરુણાભાવ જાગે તો આશાતનાનું પાપ લાગે. “બિચારા' શબ્દ આવે કેમ? જગતમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના. ગુણવાન પ્રત્યે પ્રમોદ ભાવના. પાપી પ્રત્યે માધ્યસ્થ ભાવના. સાધના માટે કરુણા ભાવના. હાલ આચાર્યશ્રી છે. તેમની દીક્ષાનો પ્રસંગ. એક અજેન હજામે વાળ કાપ્યા. એ યુવાને રાત્રે વિદાય સમારંભે દીપક નૃત્ય જોયું. હજામ જોઇ રડી પડ્યો કહે ભગવાન તો તમને મળે અમને ક્યાં મળે. એ દીક્ષાના ધન્ય દીને ઉપવાસ કર્યો. પછી વર્ધમાન તપનો પાયો નાખી ૭૪ ઓળી સુધી પહોંચ્યો. ૭/૮ વર્ષ પહેલા માસક્ષમણ કર્યું. કેન્સરની વ્યાધિ આવી, પરમ સમાધિ સાધી, ટી.વી. સામે, મોબાઇલ સામે ભવાંતરમાં આંધળા બનવાનું રીઝર્વેશન નથી દેખાતું? દેવી આવી તમને પૈસાની અનુકૂળતા કરી આપે તો તમે બાર મહિના પૌષધ કરોને? ઘણાને પ્રશ્ન છે સમય ક્યાં કાઢવો? ટાઇમ પસાર ક્યાં નએ કેવી રીતે પસાર થઇ જાય ખબર પણ ન પડે. એરપોર્ટમાં લખ્યું હોય છે. ટ્રાવેલ લાઇટ, ભારે સામાન લઇ આસમાનમાં ઉડી શકાતું નથી. જેને સદ્ગતિ મેળવવી છે તેણે પાપના વિચારોના બોજથી હળવા બન્યા વિના છૂટકો જ નથી. • પૂ. પ્રેમસૂરિ દાદાએ શ્રમણોની શક્તિ કામે લગાડી. કર્મ સાહિત્યના શ્લોકો બનાવવાની ટીપ લખાવી. ૮૪ વર્ષની ઉમરે આંખનો કસ કાયો. • ગુણસાગરસૂરિ ગુરુદેવ! જીવનના ૭૭મા વરસે કાયાનો કસ કાઢ્યો. IS IS SS SS SS SS દ્ર Tijali YatratiLexisting Year : દિન ૬૧ કાજsis assimilate t ariatri Ba Yiainsisting વાંકા
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy