SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછ્યું ને રાજાએ આખી રાત જોયું વાત સત્ય જ હતી. વિશ્વાસ જીવનનો શ્વાસ હોવો જોઇએ. અકબરના મનની શ્રદ્ધા કેવી? ગંધારમાં બેઠેલા ગુરુ ચંપા શ્રાવિકા પર છ મહિનાના ઉપવાસની તાકાત આપવા જેટલી કૃપા મોકલી શકે તો મારી બાજુમાં બેઠા હોય તો મારો બેડો પાર થઈ જાય. ગંધારના રામજી શ્રાવકને હીરસૂરિ મહારાજના ખબર મળ્યા પછી અભિગ્રહ કર્યો. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. છતાં રામજી શ્રાવક ડીસ્ટર્બ નથી. અબજોનો વહીવટ કરનારા રામજી શ્રાવકનો ઉત્સાહ પરાકાષ્ટાનો છે. હીરસૂરિ મહારાજ અભિગ્રહ સાંભળી પોતાનો વિહાર લંબાવ્યો. વચ્ચે ત્રણ ચોમાસા થયા પણ રામજીનું સત્વ ઓસર્યું નહોતું. રામજી શ્રાવક ૫૦૦ વખાર લઈને બેઠેલા ને સમાચાર દેનારને સામે ચાવીનો ઝૂડો ફેકે છે ને કહે છે જે ચાવી જોઈએ તે પસંદ કરી લે તેમાં રહેલ માલ તારો. અનંત ઉપકાર તમારી પર કરે તેના પર તમારી શંકા? દરિયો ગમે તેટલો મોટો હોય પણ તમારી પાસે ટબુડી હોય તો તેમાં ટબુડી જેટલું જ પાણી મળે. સમાધિ માટેનું સૂત્ર એ છે કે આપણો પરિવાર આપણી લાગણી, પ્રેમ, પુરુષાર્થની ઉપેક્ષા કરે ત્યારે વિચારજો આપણે અનંત તીર્થકર-સિદ્ધના પ્રેમને-પુરુષાર્થની પૂર્વમાં આપણે કદર કરી નથી. તેમની લાગણીઓ તોડી છે માટે આમ થાય છે. ભગવાન સાથે મેં વિશ્વાસ ઘાત કર્યો છે પણ પ્રભુએ તો સતત કરુણા જ વહાવી છે. તમારી ચીજ કોઈને આપતા પૂછવું પડે તો એ ગુલામી છે. અવિશ્વાસનું સ્થળ એટલે સંસાર. | વિશ્વાસ નથી ત્યાં વિશ્રામ પણ નથી. ૧૨ વ્રતની પૂજામાં કવિ વીરવિજયજી મહારાજે કહ્યું છે : નૈગમે એક નારી લુંટી પણ ગેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાન દશા તબ જાગી. બધા કરે છે ને આપણે કરવા જેવું નથી. એટલે તો અમે સંસાર છોડ્યો અને ચારિત્રના માર્ગે ચાલ્યા. રામજી શ્રાવકે હીરસૂરિ મ. પધાર્યા ત્યારે મંગલાચરણ સાંભળવા ગયા ત્યારે સોનાની ગીનીની પ્રભાવના કરી. જીવનના મકાનને ઉભુ રાખવા વડીલ સમાન થાંભલા દૂર રહીને સાચવે. બધા ભેગા થઈ જાય તો મકાન તૂટી જાય. બે થાંભલા દૂર ઉભા છે માટે મકાન સચવાય. બન્ને એક જગ્યાએ ભેગા થઈ જાય તો...કકડભૂસ. પૈસા દૂરથી જીવન ચલાવે પણ પૈસા સાથે એક થાઓ તો આસક્તિના કારણે EXxxxx ၃၄၃၄၃၃၄ Try 3 ! ! મેં મેં
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy