SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ખલાસ થઈ જાવ. જગતમાં તમામ પ્રસંગોમાંથી અધ્યાત્મ પેદા કરે તે સાધક છે. બધી નદી સાગરને મળે સાગર હમેશા નીચે હોય, હમેશા નદીઓ બધી ઉંચી. સાગર નીચે છે માટે બધી નદીઓને સમાવી લે છે. જગતના તમામ જીવોને હૃદયમાં સમાવી શકો જો તમે નીચે હો તો - અહંકાર રહિત થવું જરૂરી છે. કોઇપણ ખેડુત અબજોપતિ થાય તે બિયારણના કારણે કે જમીનના કારણે. જમીને બિયારણ સ્વીકાર્ય માટે. નિમિત્તો સારા મળ્યા. બધી સંપત્તિ સ્વીકારી તોહ સુકૃત સર્જાયું. હું હસું તો અહંકાર થાય, નિમિત્તના કારણે હસું તો તેમાં અહંકાર નાશ થાય. આ પોસાય એવા રસ્તાઓ પકડતા નહીં. રેસકોર્સમાં ઘોડો દોડે પણ ઇનામ જોકી લઇ જાય. જીવનમાં સાધના કરે આત્મા અને ઇનામ મોહ લઈ જાય. અરિહંતનું શાસન મળ્યું સમાધિભાવ ખૂબ ટકાવી લેજો. ખુમારી રાખજો શાંતિ પામશો. ભોજનમાં સાકર વધવી જોઈએ તેમ વ્યક્તિઓ સાથેના સંબંધમાં મીઠાશ વધે, ઘટવી ન જોઈએ. એક ભાઈ બાવન માણસનું કુટુંબ ચલાવે. મતભેદ હોય પણ મનભેદ ન હોય. એમનો જવાબઃ ગત જન્મના પુણ્યના કારણે અને ઘરના વડીલ પાસે વિવેક છે એટલે ચાર દીકરા-ચાર વહુ, તેમના સંતાનો બધા માટે સરખું લાવવાનું વડીલ પાસે વિવેક છે અને નાનાઓ પાસે સહિષ્ણુતા છે. સભ્યો કોઈ અન્યાય ને આંખ સામે લાવતા નથી. કોઈ વાત બને તો ચલાવી લેવાની. શરીર ચાલે છે, શ્વાસથી ઘર ચાલે છે, વિશ્વાસથી કોઈ સ્કૂટર માંગે ત્યાં દાદાની વાત હોય ત્યાં ગાડી આપવાની વાત હોય, ત્યાં નવકારશીની બદલે અઠ્ઠાઈ થઈ જાય. વડીલોને શિખામણો આપો. વિવેક રાખો કહો એમાં માર ખાઓ છો. વડીલોને ઘણા ટેન્શન હોય તેમાં કદાચ વિવેક ચૂકી પણ જાય. નાનાએ સમતા રાખવી. સમાધિના નિયમોનું પાલન તમે નથી કરતા તેનું દુઃખ નથી પણ સમાધિ જાળવવાના નિયમોની જ તમને જાણકારી નથી. અમને જાણકારી છે પણ આચરી શકતા નથી જે દિવસે શક્તિ મળશે તો પાછા નહીં પડીએ. દેરાસરની વિધિ પૂછો છો પણ ઘરમાં રહેવાની રીતની ખબર નથી. જંગલને ઉપવનમાં કન્વર્ટ કરવાનું કેળવવું પડે છે. પોતાની વૃત્તિઓ પર કાપ મૂકવો જ પડશે. માણસ ક્યાંક રોપે અને ક્યાંક કાપ તો જંગલ ઉપવન કેમ બને? માણસે જીવનને વૃંદાવન બનાવવા કુસંસ્કારો પર કાપ મૂકવો પડે છે. લગ્નની કથા વાંચી શ્લોકોના અર્થમાં અભુત વાતો મૂકી છે. પતિને પત્ની કહે ઘરમાં રહેવાના સમય કરતા બહાર રહેવાનો સમય ઘણો વીત્યો છે. બહાર ઘરાક પર ગુસ્સો કરશો તો ઘરાક ગુમાવશો. આવા ૨૦ પરિબળો જીવન સમાધાન માટે દર્શાવ્યા છે. દરેક સાથે નાતો પડશે. મિત્ર પર ગુસ્સો કરશો તો મિત્ર ગુમાવશો. ၄၃၄၃၄၃၄၃၄၃၄၃၄၃၄ 02 COC
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy