SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાર્થ ભલે મારો હતો પણ ખરાબ નિમિત્તે ભાવમાં વિકાર પેદા થાય છે. મીઠામરચા વગરનું ખાવામાં ગુણોનો ઉઘાડ નથી પણ અરિહંતનું આયંબિલ કરો એમાં ગુણનો ઉઘાડ થશે. પાલિતાણાની જાત્રા લાકડીના ટેકે ચડી જાય તેમ પરમાત્માની પૂજા કરીએ છતાં ઉપકાર તો પરમાત્માનો જ. દૂધમાં સાકર નાખો તો દૂધ ગળ્યું થાય તમે નાખવાનો પુરુષાર્થ કર્યો તેથી કે સાકરમાં ગળપણ હતી માટે. હાથ હલાવવાની પ્રક્રિયા ભલે તમારી પણ કાર્ય તો સાકરનું ખરુંને? અનંત કાળથી ધર્મના નામે જે કાંઇપણ કરીએ છીએ તે ભગવાનની આજ્ઞા મુજબ નથી બીજા અનેક કારણોથી થયું છે. ડોક્ટરના કહેવાથી ટી.વી. વીડીયો છોડીએ એ જુદી વાત છે કારણ કેન્દ્રમાં જૈન ધર્મ નથી. બ્રહ્મચર્ય અણમોલ વ્રત છે જે આપણને પરમાત્માની નજીક લઈ જાય છે. જીવનમાં જે બગાડો છે તે આપણો છે. જવાબદારીમાં ગડબડ કરી છે. તેમ જીવનમાં જેટલા પણ ગુણો છે તેને જવાબદાર ધર્મ છે. બગાડામાં પોતાનું ઉપાદાન છે. ગુણનો ઉઘાડ નિમિત્ત કારણ છે. દા.ત. સુખના કારણે અહંકાર થાય સુકૃતના વારસાના કારણે નહી. હમેશાં મારા સુખમાં પુણ્યની પ્રધાનતા છે. મારા વર્તમાન ગુણમાં નિમિત્ત કારણ અરિહંત પરમાત્માના શાસ્ત્ર વચનો સિદ્ધાર્થ ગણિએ લખ્યું છે કે “રસ્તામાં જતાં ભિખારીને ચાર આના આપવાની બુદ્ધિ એ પરમાત્માની કરુણાના કારણે થાય છે. પરમાત્માની કરુણા કામ કરે છે. સર્વ સુકૃતોમાં દેવનો ઉપકાર હોય તો એમાં અહંકાર શું હોય? માણસની પોતાની બાદબાકી થાય તો દુઃખી થવાય. લગ્નમાં જાઓ ચાર જણાને ભાવથી, આગ્રહથી પીરસે તમને ભાવ ન આપે, કોઈ આગ્રહ ન કરે તો હા તમને ત્રાસ થાય છે કેમ? અપમાન પણ આપણને અકળાવે. જે સંબંધને ટકાવવામાં મારામારી કર્યા કરો છો, નામ ખાતર મરી પડવા તૈયાર છે. નામ કાજે સરવાળા-બાદબાકી કર્યા કરશો તમે ફક્ત માણસ છો. બીજું કાંઈ નહીં. ભગવાન સાથે જોડાવામાં નામનું સમર્પણ આપી દો. • તુલસી અને રામ - રામે તુલસીને દોરડાથી કચકચાવીને બાંધી. તુલસી પોતે પાન ખેરવી સંકોચાઈ ગઈ અને દોરડાના બંધન ઢીલા કરી દીધા. તમારી આગળ કોઈપણ પ્રકારના બંધન ત્યારે જ છે જો તમે મોટા છો. નાનાને બંધન નડતા નથી. આ સંસારમાં વિશ્વાસ નહીં દેખાય તો વૈરાગ્ય પેદા નહીં કરવો પડે, થઈ જશે. પત્ની, પૈસા, શરીર પેટા વિભાગ છે. પણ હેડ ઓફિસ આપણું પુણ્ય છે. પુણ્યના દગાએ બધું જાય છે. કાળા ચોર પર તમારો વિશ્વાસ છે. - એક સંન્યાસી લંગોટ પહેરી બાર વર્ષથી સૂતા નથી એવું રાજાએ સાંભળ્યું. એ રાજા એમને મળવા ગયો. રાજા વિચારે છે કે રાજાને રાજકારણમાં કે સંપત્તિ માટે જાગવું પડે તે સમજાય છે પણ સંન્યાસીને શું કામ જાગવું પડે. તેમણે સાધુને
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy