SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 'નિર્મળ બનો, પ્રશંસા છોડો આરાધનાનો યશ આપણા પુરુષાર્થના બળે એટલે નથી બંધાતો જેટલો સનિમિત્તોના ફાળે જાય છે. વિરાધનામાં જવાબદાર કુનિમિત્તો એટલા નથી જેટલો આપણી પોતાનો અવળો પુરુષાર્થ છે. • કેવી છે આપણી વિચિત્ર મનોવૃત્તિ? એકબાજુ મન ૧૫ સંબંધો ઉભા કરે છે અને બીજી બાજુ ૧૫ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે છે. • રેસમાં ઘોડો દોડે પણ ઇનામ જોકી લઈ જાય એ જો કરુણતા છે. જીવનમાં સાધના કરે આત્મા અને ઇનામ મોહ લઈ જાય એય કરુણતા જ છે. આજના કાળની આ વિષમતા છે કે ભોજનનાં દ્રવ્યોમાં સાકર ઉમેરાતી જાય છે અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મીઠાશ ઘટતી જાય છે. વાતે વાતે જેને ઓછું લાગ્યા કરે તેને સમાધિ ટકાવી રાખવાનું દુઃશક્ય બનતું જાય છે. • શરીર ક્ષેત્રે કદાચ પુરુષ બહાદુર છે. પણ સહનશીલતાના ક્ષેત્રે બહાદુરી સ્ત્રી પાસે જ છે. લોહીના સંબંધો કરતાંય લાગણીના સંબંધોમાં સંઘર્ષને નામશેષ કરી નાખવાની વધુ પ્રચંડ ક્ષમતા છે. શરીર રૂપ લાવણ્ય, ગામ-બગીચા-ધન-પુત્ર-પૌત્રાદિ સમુદ્રરૂપ પરદ્રવ્યના ધર્મવડે જ્ઞાનાનંદથી ભરપૂર એવા આત્માને શું અભિમાન હોય. અનંત ઉપકારી, કરુણાના સાગર ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસાર'માં અનાત્મ પ્રશંસા અષ્ટકમાં કહે છે સુખમાં અહંકારથી બચવા ગત જન્મોના સુકૃતોએ આપ્યું છે એમ માનો છો? દા.ત. જન્મેલા દીકરાને બાપ-દાદાનો કરોડોનો વારસો મળે ત્યારે કોઈ પૂછે કરોડપતિ કેવી રીતે બન્યો? પિતાએ આપેલ વારસાથી થયો એમાં અહંકાર કરવાનો ક્યાં આવ્યો? પુણ્યકર્મની મૂડી લાવ્યો અને તેના કારણે સુખ ભળ્યું તેનો અહંકાર કરવાનો હોતો નથી. | મહેનત બાપ-દાદાની હતી, તમારો પુરુષાર્થ ન હતો. વર્તમાનમાં જે કાંઈ સાધના કરો તેમાં અહંકાર ન ભેળવો. અહંકાર ન આવે એના માટે વિચારધારા કેવી રાખવાની? ગુણનો અહંકાર કરીએ તો શું વાંધો? ન કરાય. ગુણોનો નાશ થાય. આંખ આપણી છે ને ભગવાન સામે છે ભાવથી દર્શન કર્યા. આંખમાં નિર્વિકાર ભાવ પેદા થયો તેનું શું કારણ? પુરુષાર્થ ભલે આપણો હતો પણ નિમિત્ત ઉંચુ મળ્યું. થિયેટરમાં જાઓ ત્યાં
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy